અમદાવાદમાં ICDS પોષણ પખવાડિયાનું આયોજન થયું
અમદાવાદ: સંકલિત બાળ વિકાસ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ICDS ઘટક5માં પોષણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું. ૧૬મી માર્ચ થી 31 માર્ચ સુધી. આંગણવાડી કેન્દ્રના વિસ્તારોમાં પોષણ રેલી, પોષણ પંચાયત, પોષણ વાટિકા, આયુષ સુખાકારી માટેના પ્રયાસ, ખોરાક પોષણ, વન અને વાવેતર, યોગ અને આરોગ્ય વિશે સમજૂતી, પોષણ વાટિકાનું બીજ વિતરણ, પોષણના પાંચ સૂત્રો વિશે જાગૃતિ અભિયાનમાં પ્રથમ ૧૦૦૦ દિવસો, એનેમિયા,પરંપરાગત વાનગીઓ મારૂ રસોડુ મારૂ દવાખાનુ ,ઝાડા નિયંત્રણ, હાથધોવા, સેનિટેશન, પૌષ્ટિક આહાર તથા કિશોરી હેલ્થ ચેક અપ અને ખાધ્ય પદાર્થોમાંથી મળતા પોષક તત્વો વિશે માર્ગદર્શન આપ્યું. કિશોરીને આપવામાં આવેલ પુર્ણા કાર્ડનું અમલીકરણ કરવા વિસ્કુત નિદર્શન આપ્યું. કિશોરીઓને માસિકધર્મ અંગે રાખવાની સાવચેતી અંગે સમજણ આપી. જેમાં સી.ડી.પી.ઓ ભારતીબેન મકવાણા , NNM BCO & NNM BPA અને મુખ્યસેવિકા ધ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને પોષણ પખવાડિયા અંતર્ગત માર્ગદર્શન આપ્યું.