પાકિસ્તાન ખાતે આતંકવાદી તાલીમ લીધેલ લશ્કરે તોઇબાના સાગરીતને પુણેથી ગુજરાત એટીએસએ ઝડપયો
અમદાવાદ: શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં નાસતો ફરતો વોન્ટેડ મોહસીન નામના આતંકીની એટીએસની ટીમે ધરપકડ કરી છે. એ.ટી.એસ. ગુજરાતની ટીમને લીડ કરતા ઇસ્તીયાઝ શેખ એસ.પી. એ.ટી.એસ.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સી.આર.જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર , કે.એમ.ભુવા, પો.સ.ઈ., કે.એસ.પટેલ પો.સ.ઈ. તથા એ.એસ.આઇ. પ્રકાશભાઇ પાટિલ નાઓ કાલુપુર બોમ્બ બ્લાસ્ટ તથા લશ્કરે તોઈબા ના જેહાદી ષડયંત્ર કેસના વોન્ટેડ આરોપી પકડી પાડવા છેલ્લા લાંબા સમયથી વર્ક આઉટ કરતા હતા. જે દરમિયાન સી.આર.જાદવ પો.ઇન્સ. ને બાતમી મળેલ કે કાલુપુર બ્લાસ્ટ 2006ના સંલગ્ન તા. 18/09/2006 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં લશ્કરે તોઇબાના આતંકવાદી ષડયંત્રનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં પાકિસ્તાન ખાતે આતંકવાદી તાલીમ લીધેલ મોહસીન પુનાવાળો પુનાના હડપસર ખાતે છુપાયેલ છે. ગુનાની વિગત મુજબ ગુજરાતમાં લશ્કરે તોઈબાના અસલમ કાશ્મીરી તથા બશીર કાશ્મીરી કે જેઓ કંથારીયા તથા તડકેશ્વર મદ્રેસામાં અભ્યાસ કરતા હતા તેના અન્ય સાગરીતોની દોરવણી માર્ગદર્શન , નાણાકીય સહયોગ વગેરે દ્વારા પાકિસ્તાનની આઈ.એસ.આઈ. એજન્સીના નેટવર્કનો ઉપયોગ કરી આતંકવાદી કાવતરુ ઘડી કાઢી અમદાવાદ ગુજરાત સહિત દેશના જુદા જુદા વિસ્તારના યુવાનોને આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાનના કજા હેઠળનુ કાશ્મીર,પાકિસ્તાન ખાતે હથિયારો ચલાવવાની તથા વિસ્ફોટ કરવાની તાલીમમાં પંદરથી વીસ યુવાનો મોકલવામાં આવેલ. તેઓની યોજના હેઠળ આતંકવાદી ફૂલ્યોને અંજામ આપવા તા 19/02/2006 ના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર બોંબ બ્લાસ્ટ થયેલ. જેહાદી ષડયંત્રના ગુનામાં કુલ 12 આરોપી પકડાયેલ છે અને 11 આરોપીઓ પકડવાના બાકી છે જે પૈકી મોહસીન અબ્બાસ સૈય્યદ ઉ.વ.36 રહે. લેન નં 25, સૈય્યદ નગર , મોહમ્મદવાડી , હડપસર , પુના વાળો હડપસર ખાતે છુપાઈને રહે છે તેવી બાતમી આધારે એ.ટી.એસ. ટીમે સદર જગ્યાએ વોચમાં રહી ટેકનિકલ સર્વેલેસ આધારે આરોપી મોહસીનને ઝડપી પાડેલ છે. આરોપી એ પોતાનું ઘરનું સરનામુ બદલી નાખેલ અને બહાર આવવાનું સતત ટાળતો હતો. ઘરની નજીક મદ્રેસામાં ભણાવવાનું કામ કરતો હતો. આરોપી સને 2006 મા કંથારીયા મદ્રેસા ખાતે અભ્યાસ કરતો હતો. મોહસીન અને ઇરફાન કોલ્હાપુરવાળો સહિત અન્ય યુવાનોને પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબાની રાહબરી હેઠળ આતંકવાદી તાલીમ લેવા માટે મોકલી આપવામાં આવેલ હતા. જેના ભાગરુપે અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે બ્લાસ્ટ થયેલ જેમાં લોકોને ગંભીર ઇજાઓ પોહચેલ તથા ઘણી સંપતિને નુકશાન થયેલ આ બ્લાસ્ટ સને 2005માં થયેલા આરોપીને આજ રોજ પુનાથી પકડી લાવી અમદાવાદ ખાતે લાવવામાં આવેલ છે.
એટીએસના સૂત્રોને મળેલી પ્રાથમિક વિગતો મુજબ, ઝડપાયેલો આંતકી મહારાષ્ટ્રના પૂણેમાં છુપાયેલો હતો. લશ્કર-એ-તોયબા આતંકી સંસ્થાનના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઇએ, આ પહેલા એટીએસે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાજીની બાંગ્લાદેશ બોર્ડર પાસેથી ધરપકડ કરી હતી. અબ્દુલ રઝાક બાંગ્લાદેશ બોર્ડરથી નજીકના ગામમાં રહીને લશ્કર-એ-તોયબાના આતંકીઓને આશરો આપીને બોર્ડર ક્રોસ કરાવી ભારતમાં ઘુસાડવાનું કામ કરતો હતો. 2006માં કાલુપુર રેલવે સ્ટેશન થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અનેક આરોપીને તે આશરો આપી ચૂક્યો છે.
કાલુપુર રેલવે સ્ટેશન થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ 8 આરોપીઓ વોન્ટેડ છે. આ ઉપરાંત ત્રણ આરોપીઓ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાની હકીકત બહાર આવી છે.