અધધ કોરોના કેસ ચેતી જાઓ! વડોદરા ઉભરાયું કોરોના કેસથી
રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ વડોદરા શહેરમાં
ગુજરાતના જિલ્લા-શહેરોના કુલ દર્દીઓ હોસ્પિટલમાં છે, તેના કરતા વધુ દર્દીઓ વડોદરામાં દાખલ હોવાનો દાવો વિનોદ રાવે કર્યો છે.
પાયોનિયર કેમ્પસ, ધવલબાગ કેમ્પસ અને ધીરજ મેડિકલ કોલેજમાં વધુ 1500 બેડ ઉભા કરશે.
310 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, હજુ 280 વેન્ટિલેટર ખાલી છે.
હાલ શહેરમાં 4225 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
7200 પૈકી 3000 બેડ હજુ શહેરની હોસ્પિટલોમાં ખાલી છે.
વડોદરા: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયાવહ છે. તેમાં પણ સંસ્કારી નગરી વડોદરામાં કોરોના દર્દીઓની સંખ્યા એક તરફ અને આખા ગુજરાતના કોરોના કેસની સંખ્યા એક તરફ જેવી છે. કોરોનાની પરિસ્થિતિને લઈ OSD વિનોદ રાવનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર ગુજરાતના જિલ્લા-શહેરોના કુલ દર્દીઓ હોસ્પિટલમાં છે, તેના કરતા વધુ દર્દીઓ વડોદરામાં દાખલ હોવાનો દાવો વિનોદ રાવે કર્યો છે.
વિનોદ રાવે જણાવ્યું કે પાયોનિયર કેમ્પસ, ધવલબાગ કેમ્પસ અને ધીરજ મેડિકલ કોલેજમાં વધુ 1500 બેડ ઉભા કરશે. 310 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, હજુ 280 વેન્ટિલેટર ખાલી છે. હાલ શહેરમાં 4225 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 7200 પૈકી 3000 બેડ હજુ શહેરની હોસ્પિટલોમાં ખાલી છે. વડોદરામાં સરકારી- ખાનગી મળી કુલ 150 કોવિડ કેર હોસ્પિટલ છે. વડોદરાવાસીઓને ગેરમાર્ગે અફવામાં ન આવવા વિનોદ રાવની અપીલ છે. 150 પૈકી 20 ખાનગી હોસ્પિટલો જ હાઉસફુલ છે. દર્દીઓએ જ હોસ્પિટલમાં જવા આગ્રહ ન રાખે તેવી અપીલ કરી હતી. વડોદરા તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનું વિનોદ રાવે જણાવ્યું હતું.
વડોદરામાં મેક્સ વેન્ટિલેટરનું હાઈ ટેકનોલોજી ધરાવતા HFOT વેન્ટિલેટર ડિવાઇસના લોન્ચિંગ સમયે વડોદરા શહેરના OSD વિનોદ રાવે
મેક્સ કંપની આ આધુનિક વેન્ટિલેટર બનાવનાર વિશ્વની ચોથી કંપની બની છે મેક્સ વેન્ટિલેટર કંપની દ્વારા ગોત્રી કોવિડ હોસ્પિટલને આજે બે આ આધુનિક વેન્ટિલેટરનું દાન કરવામાં આવ્યું હતું વડોદરા સ્થિત મેક્સ કંપનીએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ વેન્ટિલેટર બનાવ્યું છે.