ભારતના ટોપ-50 લોકપ્રિય પોલીસ વડા કોણ!
Views: 99
0 0
Spread the love

Read Time:7 Minute, 30 Second
Views 🔥 web counter

ફેમ ઈન્ડિયા મેગેઝિન- એશિયા પોસ્ટ સર્વે’’ શાંતિ, સેવા, ન્યાય, સુરક્ષા માટે કટિબદ્ધ 50 લોકપ્રિય પોલીસ  વડા 2021’’

લોકોમાં જો સુરક્ષાની મજબૂત ભાવના હોય તો જ સમાજ પ્રગતિ અને વિકાસના પથ પર આગળ વધી શકે છે….આવા સમાજની રચનામાં જિલ્લાના પોલીસ વડા એટલે કે SSP,  SP,  DCP અને પોલીસ કમિશ્નરની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે…કાયદો અને વ્યવસ્થાની મજબૂત સ્થિતિ અને ભયમુક્ત સમાજનું નિર્માણ કોઈ પણ સરકાર માટે પ્રાથમિકતાની સાથે સાથે એક મોટો પડકાર પણ હોય છે..જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોય ત્યાંનાં સર્વાંગી વિકાસ પર પણ અસર પડે છે…કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવું, લૂંટ જેવી ગુનાખોરી પર નિયંત્રણ મેળવવું અને ટ્રાફિક વ્યવસ્થાથી લઈને સલામતી મજબૂત કરવાની સાથે સાથે જનતાનું મનોબળ વધારવામાં અને અપરાધ પર અંકુશ મેળવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા પોલીસ વડાઓની હોય છે.. પદની ગરિમા જાળવવાની સાથે સાથે જવાબદારીનું ઈમાનદારીથી પાલન કરવામાં પણ તેમનો ફાળો અમૂલ્ય હોય છે…કાયદો અને વ્યવસ્થાની નક્કર સ્થિતિ અને ગુનાખોરી પર અંકુશથી જ સામાન્ય જનતાનું જીવન સરળ અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ બને છે..


ફેમ ઈન્ડિયાના સંપાદકીય પ્રમુખ યુ. એસ. સોંથાલિયાએ જણાવ્યું કે, સકારાત્મક મીડિયા હોવાના નાતે ફેમ ઈન્ડિયાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાસ્તરે સુરક્ષા, શાંતિ અને જનતામાં કાયદા પ્રત્યે વિશ્વાસ જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલાં પોલીસ અધિકારીઓને શ્રેય અને સન્માન આપવાનો નિર્ણય કર્યો છે..વર્તમાન સમયમાં દેશભરમાં લગભગ 700થી વધારે જિલ્લા પોલીસ અધિકારીમાંથી માત્ર 50 લોકપ્રિય પોલીસ અધિકારીની પસંદગી કરવાનું કામ ખૂબ પડકારજનક હતું…આ કામ પાર પાડવા માટે ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ સર્વેએ સૌપ્રથમ તો અલગ-અલગ સ્ત્રોત અને ગ્રાઉન્ડ સર્વેના આધારે ટોચનાં 200 જિલ્લા પોલીસ વડાની યાદી તૈયાર કરી હતી..જેમાં SP, SSP અને જિલ્લા પોલીસ કમિશ્નર સહિતનાં અધિકારીઓનો સમાવેશ થાય છે…અધિકારીઓની પસંદગી કરવા માટે અમે 12 માપદંડ નક્કી કર્યાં હતા જે મુજબ ક્રાઈમ કંટ્રોલ, લો & ઓર્ડરમાં સુધારો, પીપલ્સ ફ્રેન્ડલી, દૂરંદેશી, ઉત્કૃષ્ટ વિચારસરણી, જવાબદારીનું અસરકારક પાલન, ત્વરિત નિર્ણાયક ક્ષમતા, સજાગતા, વ્યવહારમાં કુશળતાના મોરચે અધિકારીઓનું મૂલ્યાંકન કર્યું હતું… આ મૂલ્યાંકન કરવા માટે અમે અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાતોનો અભિપ્રાય લીધો હતો તેમજ વાસ્તવિક સ્થિતિ અને મીડિયાના અહેવાલોનો આધાર પણ લીધો હતો…આ 200 જિલ્લા પોલીસ વડાઓને તેમની શ્રેષ્ઠતાના આધારે 50 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા.,પછી તેમાંથી 50 લોકપ્રિય પોલીસ વડાઓને અલગ તારવીને વિભિન્ન કેટેગરીની યાદી બનાવી છે અને તેનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે..


ફેમ ઇન્ડિયા મેગેઝિન-એશિયા પોસ્ટના વાર્ષિક સર્વે “50 લોકપ્રિય પોલીસ અધિકારી 2021″ની યાદી: –

ડો.પ્રિતિન્દર સિંહ, એસએસપી, કાનપુર, ઉત્તર પ્રદેશ
અજય યાદવ, એસએસપી – રાયપુર, છત્તીસગઢ.
કાર્તિકેય, પોલીસ કમિશનર – નિઝામબાદ, તેલંગાણા
વિક્રમજિત સિંહ દુગ્ગલ, એસએસપી – પટિયાલા, પંજાબ
જોગીન્દર કુમાર, એસએસપી – ગોરખપુર, ઉત્તર પ્રદેશ
સેન્થિલ અબુદઈ, એસએસપી – હરિદ્વાર, ઉત્તરાખંડ
અમનજીત કૌર, એસપી – નલબાડી, આસામ
દિપક કુમાર ઝા, એસપી – જગદલપુર, છત્તીસગઢ.
એન્ટો અલ્ફાંસો, ડીસીપી – ઉત્તર દિલ્હી, દિલ્હી
પંકજ કુમાર સિંહ, એસએસપી – દક્ષિણ ગોવા, ગોવા
પ્રીતિચંદ્રા, એસપી – બિકાનેર, રાજસ્થાન
વિધી ચૌધરી, ડીસીપી – સુરત, ગુજરાત
બબલુ કુમાર, એસએસપી – એન્ટિ ટેરર સ્કવોડ, ઉત્તર પ્રદેશ
જયંત કાંત, એસએસપી – મુઝફ્ફરપુર, બિહાર
અમિત સાંઘી, એસપી- ગ્વાલિયર, મધ્યપ્રદેશ
અજયકુમાર સહની, એસએસપી – મેરઠ, ઉત્તર પ્રદેશ
રાહુલ શર્મા, એસપી – રોહતક, હરિયાણા

વિરેન્દ્રકુમાર સિંહ, એસપી – સિંગરૌલી, મધ્યપ્રદેશ
ડો.અભિનવ દેશમુખ, એસપી – કોલ્હાપુર, મહારાષ્ટ્રના
ગૌરવ કુમાર તિવારી, એસપી – રતલામ, મધ્યપ્રદેશ
અરવિંદન પી, એસપી – ત્રિવલ્લુર, તામિલનાડુ
કુંવર વિશાલ સિંહ, એસપી – પુરી, ઓરિસ્સા
અલકા મીના, એસએસપી – એસબીએસ નગર, પંજાબ
કલાનિથિ નૈથાની, એસએસપી – ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ
મોહિત ચાવલા, એસપી – સિમલા, હિમાચલ પ્રદેશ
ધૂરત સયાલી, એસપી – નવાદા, બિહાર
પ્રભાકર ચૌધરી, એસએસપી – મુરાદાબાદ, ઉત્તર પ્રદેશ
વિનિતા સાહુ, ડીસીપી – નવી મુંબઈ, મહારાષ્ટ્ર
શ્વેતા શ્રીમાળી, એસપી – જામનગર, ગુજરાત
સાગરસિંહ કલસી, એસપી – એસીબી, જમ્મુ કાશ્મીર
ચંદન ઝા, એસપી – બોકારો, ઝારખંડ
આનંદ મિશ્રા, એસપી – ધુબરી, આસામ
મોક્ષદા પાટિલ, એસપી – ઔરંગાબાદ (ગ્રામીણ), મહારાષ્ટ્ર
પરમિંદર સિંઘ, ડીસીપી – આઉટર દિલ્હી, દિલ્હી
કુમાર આશિષ, એસપી – કિશનગંજ, બિહાર
સિદ્ધાર્થ કૌશલ, એસપી – પ્રકક્ષમ, આંધ્રપ્રદેશ
શાલિની અગ્નિહોત્રી, એસપી – મંડી, હિમાચલ પ્રદેશ
પ્રીતિ પ્રિયદર્શિની, એસએસપી – નૈનિતાલ, ઉત્તરાખંડ
વિવેક સિંહ, એસપી – ખાંડવા, મધ્યપ્રદેશ
ગંગા રામ પુનિયા, એસપી – કરનાલ, હરિયાણા
તેજસ્વિની ગૌતમ, એસપી – અલવર, રાજસ્થાન
રાહુલ ત્રિપાઠી, એસપી – ગીર સોમનાથ, ગુજરાત
ત્રૃપ્તિ ભટ્ટ, એસએસપી – ટિહરી ગઢવાલ, ઉત્તરાખંડ
ચંદન કોહલી, એસએસપી – જમ્મુ, જમ્મુ કાશ્મીર
પ્રિયંકા મીના, એસપી – લોહરદગા, ઝારખંડ
ડો.મોહિતકુમાર ગર્ગ, એસપી – રત્નાગિરી, મહારાષ્ટ્ર
કાર્તિકેય શર્મા, એસપી – શેખપુરા, બિહાર
સચિન શર્મા, એસપી – છતરપુર, મધ્યપ્રદેશ
અર્પિત જૈન, ડીસીપી – ફરીદાબાદ, હરિયાણા
લિપી સિંઘ, એસપી – સહરસા, બિહાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *