ઓલમ્પિક ક્વાલીફાયર અને KIITની વિદ્યાર્થિની સી.એ. ભવાની દેવીનું KIIT અને KISSમાં ભવ્ય સ્વાગત
Views 🔥આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચયથી ઘણા લોકો સફળતાના શિખર પર પહોંચે છે.. જ્યાં તેઓ એક પ્રતીક બનીને ઉભર્યાં છે. સી.એ. ભવાની દેવી પણ આવા જ રમતવીર તારલાઓની આકાશગંગામાંથી એક છે જેમણે તલવારબાજીમાં ટોક્યો ઓલમ્પિક 2021માં ક્વોલીફાઈ કર્યું છે.
આ માત્ર ભવાની માટે જ ગૌરવની ક્ષણો નથી પરંતુ Kalinga Institute of Industrial Technology (KIIT) ડીમ્ડ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની હોવાના કારણે ભવાની જેવા બાળકોની પ્રતિભાને નિખારવામાં એક વિશ્વસનીય અને અનુભવી પરામર્શદાતાની જેમ Kalinga Institute of Industrial Technology (KIIT) અને Kalinga institute of social sciences (KISS) ને બે નિયમિત લોન્ચ પેડ બનવાનું ગૌરવ મળ્યું છે. આ બંને સંસ્થાના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત હંમેશા મદદ માટે ખડેપગે રહ્યા.. માત્ર રમતગમતમાં ભવાનીની લાંબી શાનદાર યાત્રા માટે જ નહીં પરંતુ એ તમામ લોકો માટે વણમાગી મદદ પ્રદાન કરવા માટે જેમણે રમતની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભલે તે રાષ્ટ્રીય સ્તરે હોય કે અંતરરાષ્ટ્રીય સ્તરે.. તેના પર ક્રેડિટ સ્કોર અટકતો નથી, કારણ કે વર્ષ 2021 ટોક્યો ઓલમ્પિક માટે ભવાની તલવારબાજીમાં ક્વોલીફાઈ કરનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે.
આપણા સૌ માટે એ અવસર કેવો હશે જ્યારે ભારતની એક યુવા મહિલા ખેલાડી લાખો લોકો સામે પોતાના હરીફ સામે કૃપાણની તેજસ્વી કલાની ચમક દેખાડશે..
તમિલનાડુની વતની અને Kalinga Institute of Industrial Technology (KIIT) ડીમ્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થિની ભવાની 25 માર્ચ 2021ની સવારે ઈટલીથી સીધી જ ભુવનેશ્વર પહોંચી. ભુવનેશ્વરના બીજૂ પટનાયક એરપોર્ટ પર પહોંચેલા ભવાની, તેમની માતા અને કોચનું જોરદાર સ્વાગત કરાયું. Kalinga Institute of Industrial Technology (KIIT) ડીમ્ડ યુનિવર્સિટીના પરિસરમાં ભવાની માટે એક સત્કાર સમારોહ યોજાયો. જ્યાં પ્રતિષ્ઠિત હસ્તીઓ જેવા કે KIIT અને Kalinga institute of social sciences (KISS)ના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત, ઈન્ડિયન ફેન્સિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી બશીર એ. ખાન, ઓડિશા ફેન્સિંગ એસોસિએશનના સેક્રેટરી શ્રી દેવેન્દ્ર સાહુ, જાણીતા પર્યાવરણવિદ અને ગ્રીન મેન ડૉ. અબ્દુલ ઘની, ફાસ્ટ રનર દુતી ચાંદ, Kalinga Institute of Industrial Technology (KIIT) ડીમ્ડ યુનિવર્સિટીના વાઈસ ચાંસલર પ્રો.હર્ષિકેશ મોહંતી, KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાંસલર પ્રો. સસ્મિતા સામંતની ઉપસ્થિતિમાં ભવાનીને સમ્માનિત કરાઈ.
તમિલનાડુની વતની ભવાનીએ Kalinga Institute of Industrial Technology (KIIT)માં પોતાના એડમિશન બાદ ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલીફાઈ કર્યું.
એ વાત સૌના માટે ગૌરવથી સહેજ પણ ઓછી નથી કે તે પોતાના સપનાઓની પાંખો પર ઉડી શકે છે. ભવાની પોતે કહે છે કે “બાળપણથી જ હું ઓલમ્પિકમાં ભાગ લેવાનું સપનું જોતી રહી છું. આ સપનાને પૂરું કરવા મારે અનેક સંઘર્ષો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો”. સમ્માન સમારોહમાં સંબોધન કરતા ભવાનીએ આ વાત કરી. સાથે જ ભવાનીએ પોતાના માતા-પિતા અને કોચને આ સફળતાનો શ્રેય આપ્યો, જેમણે બાળપણથી જ તેમનો સાથ આપ્યો.
ભવાનીએ દાવો કર્યો કે ઓલમ્પિકમાં ક્વોલીફાઈ કરવા પાછળ દુતી ચાંદ તેની પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મારા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં હજારો નવોદિત એથલીટ અને ખેલાડીઓ માટે દુતી એક રોલ મૉડલ છે. જેનો ઉદય આ સંસ્થાનમાંથી એક સર્વશ્રેષ્ઠ દોડવીર તરીકે થયો છે.
મિસ ભવાનીને અભિનંદન પાઠવતાં ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “શિક્ષણ ઉપરાંત Kalinga Institute of Industrial Technology (KIIT) અને Kalinga institute of social sciences (KISS) સંસ્થાએ રમત અને રમતવીરોને આગળ વધારવા પર ભાર મૂકયો છે. વાસ્તવમાં Kalinga Institute of Industrial Technology (KIIT) અને Kalinga institute of social sciences (KISS)ને એ વાતનું ગૌરવ છે કે તેમના પરિસરમાં રમત માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.” 5 હજારથી વધુ ખેલાડીઓને પહેલાં જ Kalinga Institute of Industrial Technology (KIIT) અને Kalinga institute of social sciences (KISS)માં તૈયાર કરાઈ ચૂક્યા છે. ડૉ.સામંતે આશા વ્યક્ત કરી કે દુતી અને ભવાની નિશ્ચિત રીતે આગામી ઓલમ્પિકમાં મેડલ્સ જીતશે.
અન્ય લોકોમાં ભવાનીની મા સી.એ.રમાની, Kalinga Institute of Industrial Technology (KIIT)ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ગગનેન્દુ દાશ, રજિસ્ટ્રાર જ્ઞાન રંજન મોહંતી અને અનેક વરિષ્ઠ પદાધિકારીઓ આ અવસર પર ઉપસ્થિત હતા.