સેલ્યુટ એલઆરડી ટીમને-31 તાલીમાર્થી એલઆરડી કરશે પ્લાઝમા ડોનેટ-એસપી હરેશ દુધાતની મહેનત રંગ લાવી
રીતેશ પરમાર (ક્રાઇમ રીપોર્ટર )
કરાઈ ખાતે તાલીમ લઈ રહેલા 31 એલઆરડી એ પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.કરાઈ ખાતેના એસપી હરેશ દુધાતે 28 તાલીમાર્થિ પોલીસ જવાનો પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર હોવાનો સોશિયલ મિડિયા પર મેસેજ કર્યો હતો.એસપી હરેશ દુધાતની મહેનત રંગ લાવી.એસપી હરેશ દુધાતનો સોશિયલ મિડિયા પર મેસેજ વાયરલ થતાં જ સતર્કતા ગ્રુપ અને પ્રાઉડ ફોર યુ વેબ ન્યુઝ ચેનલના ફાઉન્ડર જ્યોતિ પટેલે તેમનો સંપર્ક કરી વિગતો મેળવી હતી.ત્યારબાદ તે મેસેજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ આર પી પટેલ તથા દેવસ્ય હોસ્પિટલના એમડી ડો.દિનેશ પટેલને ફોરવર્ડ કરી પોલીસ જવાનો પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર હોવાની વિગતો આપી હતી.તે પછી એસપી હરેશ દુધાત સાથે વિયુએફ ના પ્રેસીડેન્ટ આર પી પટેલ અને ડો.દિનેશ પટેલે ફોન પર ચર્ચા કરી હતી.એસપી હરેશ દુધાત,ડો.દિનેશ પટેલ અને આર પી પટેલે પ્લાઝમા ડોનેટ કરવા તથા પ્લાઝમા જરુરીતાયમંદ કોરોનાના દર્દીઓને આપવા માટે સંમતિ કરી હતી.તુરત જ એસ પી હરેશ દુધાતે તાલીમાર્થી હથિયારી એકમના લોકરક્ષક દળના જવાનોના નામ,મોબાઈલ નંબર,કોરોનાને હરાવી નેગેટીવ થયાની તારીખ સહિતની વિગતો ડો.દિનેશ પટેલ અને આર પી પટેલને મોકલવામાં આવી હતી.આ અંગે એસપી હરેશ દુધાત કહે છે કે તાલીમાર્થી હથિયારી લોકરક્ષક બેચ-3ના 28 જવાન તથા અન્ય 3 જવાનો પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર થયા છે.તાલીમ દરમિયાન જ પોલીસ જવાનોએ લોક સેવાના અમુલ્ય મુલ્યોને જીવનમાં ઉતારી તેનો અમલ કર્યો છે.પ્લાઝમા આપવા તૈયાર કરાયેલા તમામ પોલીસ જવાનો દેશસેવા અને નાગરીકોની સેવા માટે ઉત્સાહી છે.જે સમગ્ર ગુજરાત પોલીસ માટે પ્રાઉડ છે.આ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ આર પી પટેલ કહે છે કે એસપી હરેશ દુધાત પ્રેરણારુપ બન્યા છે.જેના કારણે 31 પોલીસ જવાનોને પ્લાઝમા ડોનેટ કરી દેશસેવા અને લોકસેવા માટે પ્રોત્સાહન મળ્યું છે.દેવસ્ય હોસ્પિટલના એમડી ડો.દિનેશ પટેલ કહે છે કે પ્લાઝમા ડોનેટ કરવા માંગતા પોલીસ જવાનોની યાદી મળી છે.દર્દીઓની જરુરીયાત મુજબ તેમનો સંપર્ક કરવામાં આવશે.કોરોનાને હરાવનાર તાલીમાર્થી પોલીસ જવાનો પ્લાઝમા ડોનેટ કરી કરોનાના દર્દીઓને નવજીવન આપશે.જે બાબત મહત્વપુર્ણ બની રહેશે.વિયુએફના પ્રેસીડેન્ટ આરપી પટેલ ઉમેરે છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવીને પ્લાઝમા ડોનેટ કરનાર પોલીસ જવાનોને પ્રોત્સાહીત કરવામાં આવશે.
પ્લાઝના ડોનેટ કરનારની યાદી
વિષ્ણુ બાર,હરિભદ્રસિંહ સોલંકી,શામંતભાઈ ગઢવી,દેશુર ગોજીયા,સંદિપ ગરેજા,કૌશલ ભરવાડ,કરણ નાધા,જીતેન્દ્ર ચૌધરી,રવિકુમાર બારડ,શૈલેષ પાવરા,અશોક વાઢેર,પ્રકાશ મેલલીયા,મેહુલ સિહાર,કૌશિક મહેરીયા,યોગેશ યાદવ,સાગર બારડ,વિક્રમ કડશા,દેવશી મુંધવા,શૈલેષ મકડીયા,હેમાયું કાથડ,આનંદ ગોસ્વામી,દિલિપ ખાચર,વિજયસિંહ ડોડીયા,રજનીક વડોદરીયા,લાખા ટાળીયા,સંજય ધમા,રોહિત રાઠોડ અને મયુર પપાણીયા પ્લાઝમા ડોનેટ કરશે.