પોલીસ ની કેપ બદલાઈ! હવે પોલીસ જોવા મળશે સ્ટાઈલિશ આર્મી કેપમાં
અમદાવાદ: રાજયમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. જ્યારે બીજી તરફ ઉનાળાનો આકરો તડકો પણ પડી રહ્યો છે. ત્યારે ઉનાળાની અસહ્ય ગરમી અને આકરા તડકા સામે રક્ષણ મેળવવા પોલીસની રાઉન્ડ કેપ અક્ષમ હોવાથી રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે એકદમ કૂલ નિર્ણય કર્યો છે. હવે કોરોના વોરિયર્સ ગુજરાત પોલીસ બેરેટ કેપ ના સ્થાને નેવી બ્લ્યુ કલરની ગુજરાત પોલીસના લોગો સહિતની Miitary C&P (Round Cap with flap in the front) કેપ ઉપયોગમાં લૅવાની પરવાનગી આપવામાં આવેલ.
COVID-19 સંક્રમણની બીજી લહેરમાં રાજરાના ૨૯ જેટલા શહેરોમાં નાઈટ કરફ્યુ અને આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયના વેપાર ધંધા બંધ રાખવા રાજય સરકારે નિર્ણચ લીધેલ હોઈ આ નિર્ણયના સુચારૂ અમલીકરણ માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરવામાં આવેલ હોઇ, હાલની અસહા ગરમીથી રાહત મેળવવા માટે બંદોબસ્ત ફરજ પરના પોલીસ કર્મચારીઓ વુલન બેઈઝ વાળી બૅરેટ કેપના બો નેવી બ્લ્યુ અથવા ખાખી કલરની ગુજરાત પોલીસના લોગો સહિતની Military Cap (Round Cap with flap in the toni) કેપનો ઉપયોગ કરવા તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધી છૂટ આપવામાં આવે છે.