જામનગર: મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું.

જામનગર: મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું.
Views: 81
0 0
Spread the love
Read Time:4 Minute, 5 Second
Views 🔥 web counter

જામનગર: મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું.

જામનગર:   કૃષિમંત્રી આર.સી.ફળદુએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર, મ્યુનસિપલ કમીશનર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલ કામગીરી અંગેની વિગતો પૂરી પાડી મંત્રી આર.સી. ફળદુને માહિતગાર કર્યા હતા.

તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમજ તે અંગેની તમામ આનુસંગીક તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવી જિલ્લા કલેક્ટર રવિશંકરે મંત્રી આર.સી.ફળદુને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ દરિયાકાંઠા વિસ્તારના ગામોમાંથી ૨,૫૦૦ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ દરિયાથી ૫ કિલોમીટરની ત્રિજયામાં આવેલ વિસ્તારોમાં રહેતા સગર્ભા બહેનોને યાદી તૈયાર કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. ખેડૂતભાઈઓ તથા એ.પી.એમ.સી.ના હોદ્દેદારોને ખુલ્લામાં રાખેલ પાક જણસ સલામત સ્થળે ખસેડવા સુચના આપવામાં આવેલ છે. દરિયા કાંઠે મીઠાના ઉદ્યોગોમાં કામ કરતા અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ઓક્સિજનના વહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગરથી હાપા સુધી ગ્રીન કોરિડોરની રચના કરવામાં આવેલ છે. કોવિડ હોસ્પિટલો ખાતે ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. આરોગ્ય કેન્દ્રો ખાતે જનરેટરની વ્યવસ્થા તથા ઇમર્જન્સી કિટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એમબ્યુલન્સ, બોટ સહિતના રાહત અને બચાવ કામગીરી માટેના વાહનોની યાદી બનાવી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

તાઉ’તે વાવાઝોડા સંદર્ભે જામનગર જિલ્લાના લોકોને અનુરોધ કરતા મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, વાવાઝોડા દરમિયાન જિલ્લામાં જાનમાલની કોઈ નુકશાની ન થાય તે માટે લોકો સતર્ક રહે. ખેડૂત ભાઈઓ પોતાના પશુધન માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરી પશુઓને સલામત સ્થળે ખસેડે, ઉપરાંત પોતાના પાકોને સલામત સ્થળે રાખે. આ ઉપરાંત નાની-મોટી બીમારીથી પીડાતા વડિલો ડોક્ટરના સંપર્કમાં રહી આવશ્યક દવાઓ સાથે રાખે, જે ઘરમાં સગર્ભા બહેનો છે તેની વિશેષ કાળજી લેવી જોઈએ. સગર્ભા બહેનો નજીકના સલામત સ્થળે આશ્રય મેળવી સતત ડોક્ટરના સંપર્કમાં રહે, નાના બાળકોને ઘરની અંદર જ રાખવા, આ કુદરતી આપદામાં આપણે કોઈ ચોક્કસ આધારશીલા બાંધી શકતા નથી તેથી સૌ સતર્ક રહે તે ખુબ જ જરૂરી છે.

આ મિટીંગમાં શહેર અધ્યક્ષ  વિમલભાઈ કગથરા, મહામંત્રી  મેરામણભાઈ ભાટ્ટુ, પ્રભારી સચિવ  નલિન ઉપાધ્યાય અને અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »