અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં પણ બાહોશીથી ફરજ નિભાવતા દિવ્યાંગ કર્મી

0
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં પણ બાહોશીથી ફરજ નિભાવતા દિવ્યાંગ કર્મી
Views: 56
0 0
Spread the love

Read Time:4 Minute, 0 Second
Views 🔥 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં પણ બાહોશીથી ફરજ નિભાવતા દિવ્યાંગ કર્મી

દર્દીઓના જુસ્સાને પણ ઉંચે લઈ જતા લીફ્ટમેન    ગીરીશ ગોહિલ                                 

‘સિવીલ હોસ્પિટલમાં લાખો દર્દીઓને લીફ્ટમાં લઈ જઈ વોર્ડમાં દાખલ કર્યા છે. વોર્ડમાં જતી વખતે હું હંમેશા દર્દીઓને કહેતો કે, ચિંતા ના કરો. કંઈ નહી થાય. મને જૂઓ, મને ભગવાને તકલીફ આપી છે એવી તો તમને નથી ને ! બધુ સારુ થઈ જશે. અને રજા લઈને જતા દર્દીઓને પણ કહેતો ઘરે સાચવજો….’

બસ… સીવીલ હોસ્પિટલમાં  લિફટમેન તરીકે સેવા આપતા  ગીરીશભાઈ સદાય હસતા ચહેરે ફરજ બજાવે છે. એમને કૂદરત પ્રત્યે કોઈ ફરિયાદ નથી. ગીરીશભાઈ છેલ્લા ૫ વર્ષથી સીવીલ હોસ્પિટલમં ફરજ બજાવે છે.  તેઓ કહે છે કે. ‘ થોડા સમય પહેલા પડી જતા થાપાનું હાડકુ ભાંગી ગયું હતું. હું આ જ હોસ્પિટલમાં દાખલ થયો હતો. મને અહીં સારવાર મળી હતી. અને કૂદરતનો ક્રમ જૂઓ હું આજે અહીંજ એટલે કે સીવીલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરુ છુ…’     

સમગ્ર વિશ્વમાં સને ૧૯૯૨થી ૩જી ડિસેમ્બરના રોજ વિશ્વ અક્ષમતા દિવસ(વર્લ્ડ ડિસેબિલીટી ડે) ઉજવવામાં આવે છે. વિશ્વની ૧૫ થી ૧૭ ટકા વસ્તી ડિસેબીલીટી અનુભવી રહી છે. શારિરીક અથવા માનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવે છે. ગીરીશભાઈ જેવા લોકો માટે રોજ ડિસેબિલીટી ડે હોય છે…પણ ગીરીશભાઈ જેવા લોકો પોતાની શારીરિક દિવ્યાંગતાને ફરજની આડે નથી આવવા દેતા.
કોરોનાની મહામારી દરમ્યાન પણ ગીરીશભાઈએ દિવસ રાત ફરજ બજાવી છે. એક પણ રજા ભોગવ્યા વિના કોરોનાના કાળમાં દર્દીઓને લિફ્ટમાં લાવવા લઈ જવા ઉપરાંત દાખલ કરવામાં સહાયરૂપ થયો છું.

કોરોના મહામારી વચ્ચે આવેલા વર્લ્ડ ડિસેબિલીટી ડે ૨૦૨૦ની થીમ “બિલ્ટ, બેક અને બેટર” રાખવામાં આવી હતી. દિવ્યાંગ લોકો તેમનામાં રહેલી અક્ષમતાને નબળાઇ નહીં પરંતુ તેમની  તાકાત બનાવે, તેને સુધારવાની દિશામાં પ્રયત્નો કરવા તે માટે આ થીમ રાખવામાં આવી હતી. ગીરીશભાઈ જેવી વ્યક્તિઓ આ થીમને સાચા અર્થમાં સાકાર કરે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મનથી મકક્મ રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત પૈકી ગીરીશભાઈ પણ એક વોરિયર છે.
ગિરીશ ગોહિલ કે જેઓ છેલ્લા ૫ વર્ષથી લીફ્ટમેન તરીકેની સરાહનીય સેવાઓ આપી રહ્યા છે.  તેઓ કહે છે કે હું હલન-ચલનમાં તકલીફ અનુભવતો હતો. આ તકલીફ શારીરીક પડકાર આપતી પરંતુ માનસિક રીતે ક્યારેય હાર માની નથી.
‘છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે સેવાઓ આપી રહ્યો છુ.અહીં દર્દીને એક વોર્ડ માંથી અન્ય વોર્ડમાં લાવવા લઇ જવા માટે કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે લિફ્ટમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું.  મને ના કૂદરત  હરાવી શકે,  કે ન કોરોના. કેમ કે મારામાં લોકસેવા કરવાનું ધૈર્ય છે….’ એમ તેઓ ઉમેરે છે…
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *