સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને  ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.

સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.

0 0
Spread the love

Read Time:4 Minute, 2 Second
Views 🔥 સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને  ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.

સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને  ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.

અમદાવાદ: કોરોનાના કપરા સમયમાં અનેક લોકો સામાજિક અંતર જાળવીને પણ સેવાભાવનાના ઉમદા આશયથી ખુબ સારી રીતે માનવસેવાના કાર્યોમાં જોડાયેલા રહ્યા છે. જેમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળો દ્વારા જરૂરિયાતમંદ લોકોને, કોરોનાગ્રસ્ત પરિવારોને , હોસ્પિટલના દર્દીઓને રાશનકીટ , ભોજન, અને પાણીની વ્યવસ્થા પુરી પાડવામા અગ્રેસર રહ્યા છે. 

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા બદરખા ગામમાં સરકારી કર્મયોગીઓનું મિત્રવતૃળ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે જેનું નામ ‘’ શ્રી સત્ય સેવા પરિવાર ‘’ રાખવામાં આવ્યું છે. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, પોલીસ, ગ્રામસેવક, બાવળા ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ, અને ગામના સેવાભાવી દાતાઓ દ્વારા દર મહિને યથાશક્તિ આર્થિક સહયોગ આપીને નાણા ભંડોળ એકઠું કરવામાં આવે છે. 

દર મહિને તેમાં ૨૦ થી ૨૫ હજાર જેટલી રકમ જમાં થાય છે તેમાથી રાશનકીટ ખરીદવામાં આવે છે. જેમાં દાળ, ચોખા, તેલ, લોટ, ચા, ખાંડ અને રોજીંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે.  જેને બાવળા તાલુકાના બદરખા, કાવીઠા, રાસમ, ભાત, ચલોડા, ધોળકા, ધનવાડા, નાયકા, ઈસનપુર, શેલા, બારેજા જેવા ગામના જરૂરિયાતમંદ, એકલવાયું જીવન જીવતા નિરાધાર, વૃદ્ધ વિધવા મહિલાઓને નિયમિત દર મહિને પહોંચાડવામાં આવે છે,           

‘’શ્રી સત્ય સેવા પરિવાર’’ વિશે માહિતી આપતા કાવિઠાના શિક્ષક શ્રી ગીરીશભાઈ મકવાણાએ કહ્યુ કે બે વર્ષ પહેલા માત્ર સેવા ભાવના અર્થે બનાવવામાં આવેલુ આ મિત્રવતૃળ છે. કોઇ રજીસ્ટ્રેશન કરેલ સંસ્થા કે સંગઠન નથી. દર મહિને અમે બધા કર્મયોગી મિત્રો ઇચ્છા મુજબ ફાળો આપીને તેમાથી કરિયાણાની કીટ ખરીદીએ છીએ અને મહિનાના પ્રથમ કે બીજા રવિવારે ઉપરોકત ગામમાં જઈને કિટનું વિતરણ કરીને મહિનાના અંતે બેલેન્સ ઝીરો કરીએ છીએ. દરેક લોકો અલગ-અલગ સરકારી વિભાગોમા નોકરી કરતા હોઈ નાણાંકીય વહિવટ માટે ત્રણ લોકોએ સ્વૈચ્છિક રીતે  કામગીરી સંભાળેલ છે. જેમાં નિવૃત થયેલા કર્મચારીઓનો પણ અમને ખુબ સારો સહકાર મળે છે.    

જુન માસની રાશન કીટ કીટ વિતરણ પ્રસંગે બદરખામાં રહેતા અને દર મહિને ફાળો આપતા શ્રી મોહનભાઇ સોલંકીને દરેક લોકો માટે ચંપલ આપવાની ઇચ્છા હતી, પરતું કોરોનામા તેમનૂં અવસાન થતા સ્મરણાર્થે તેમના પુત્ર ગૌરાંગ તરફથી તમામ લાભાર્થીઓને ચંપલ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જન્મદિવસ ઉજવણી નિમિત્તે તમામને રૂમાલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્રભાઈ ઝાલા,એન.ડી. ઝાલા ,ડી. કે. ઝાલા, મોહનભાઇ ઝાલા,વિનુભાઈ ઝાલા,ગૌરાંગ સોલંકી, નાગરભાઈ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને  ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.

રસમધુર આંબોળિયા : મહીસાગર જિલ્લાના મહેનતકશ ખેડૂતોને પૂરક આજીવિકા પૂરો પાડતો વ્યવસાય

સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને  ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.

વડોદરા જિલ્લાના નાના પરંતુ જાગૃત ગામો કોરોના સામે સંરક્ષિત થઈ રહ્યાં છે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.