Read Time:1 Minute, 5 Second
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સામે પત્રકારો થયા નારાજ! પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું
કરિશ્મા માણી
ગાંધીધામ: 30મી જૂન ગતરોજ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક બેઠકનું આયોજન કર્યું હતું. જ્યાં પત્રકારોને આમંત્રિત કરીને કવરેજ કરતા રોકવામાં આવતા પત્રકારોમાં રોષ ફેલાયો છે.
પત્રકારો દ્વારા આ સમગ્ર મામલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ જૈન પાસે સ્પષ્ટીકરણ માંગ્યું પરંતુ ચોક્કસ સંતોષકારક જવાબ ન મળતા પત્રકારો દ્વારા ચેમ્બરનો બહિષ્કાર કર્યો હતો. અને તાત્કાલિક અસરથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પત્રકારોની માફી માંગે તેવી માંગ ઉઠી છે.