મોરબીમાં લોન કંપની અને ગ્રાહકોની સાથે 8.10 લાખની છેતરપિંડીના ગુનામાં બ્રાન્ચ મેનેજરની ધરપકડ

0
મોરબીમાં લોન કંપની અને ગ્રાહકોની સાથે 8.10 લાખની છેતરપિંડીના ગુનામાં બ્રાન્ચ મેનેજરની ધરપકડ
Views: 82
0 0
Spread the love

Read Time:3 Minute, 12 Second
Views 🔥 મોરબીમાં લોન કંપની અને ગ્રાહકોની સાથે 8.10 લાખની છેતરપિંડીના ગુનામાં બ્રાન્ચ મેનેજરની ધરપકડ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કર્મચારી દ્વારા કંપની અને ગ્રાહક સાથે 8.10 લાખ રૂપિયાની  છેતરપિંડી કરવામાં આવેલ હતી ગુનામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટિમ દ્વારા આરોપીની અમદાવાદમાથી ધરપકડ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના ગ્રીન ચોક વિસ્તાર પાસે આવેલ પારેખ શેરીમાં રહેતા ભાવિનભાઈ મહેન્દ્રભાઈ મહેતા (ઉંમર વર્ષ 31)એ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કર્મચારી મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અને હાલમાં સામાકાંઠે આનંદનગરમાં રહેતા હાર્દિક લલીતભાઇ દવે (24) સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમા તેને લખાવ્યુ હતું કે,

કંપનીની બ્રાન્ચ આવેલ છે જેમા હાર્દિક દવે મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેના દ્વારા તા 5/10/20 થી 21/10/20 સુધીમાં કંપની અને ગ્રાહક સાથે 8.10 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં પોલીસે વિશ્વાસઘાત અને છોતરપિંડીની કલમ હેઠળ ફરીયાદ નોંધી હતી. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકીકત મળેલ કે, એ ફરિયાદમાં નાસતો ફરતો આરોપી અમદાવાદ શહેરમાં છે

જેથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી અમદાવાદ શહેર ખાતે મોકલવામાં આવી હતી અને આરોપી હાર્દિક લલીતભાઇ દવે જાતે બ્રાહમણ (ઉ.26) રહે.અનંતનગર સોસાયટી શેરીનં -2 મોરબી-2 હાલ રહે, ડી -45 આનંદ કોલોની પુજા વિધાલય સિટીએમ ચાર રસ્તા અમદાવાદની અમદાવાદ નારોલ પાસે આવેલ જિંદાલ જીન્સ કાપડની ફેકટરીમાંથી ધરપકડ કરવામાં આવી છે

અને આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભીની સૂચન મુજબ પોલાભાઇ ખાંભરા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા અને સતીષભાઇ કાંજીયા વિગેરે દ્વારા કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *