દીકરીઓ પોતાના માથે પાણીની હેલ લઈ સમર્થન માંગવા નીકળી! ધોરણ ૯ થી ૧૨ શરૂ કરો

0
દીકરીઓ પોતાના માથે પાણીની હેલ લઈ સમર્થન માંગવા નીકળી! ધોરણ ૯ થી ૧૨ શરૂ કરો
Views: 80
0 0
Spread the love

Read Time:4 Minute, 1 Second
Views 🔥 દીકરીઓ પોતાના માથે પાણીની હેલ લઈ સમર્થન માંગવા નીકળી! ધોરણ ૯ થી ૧૨ શરૂ કરો

ચાલુ વરસાદે બાળાઓએ બેડા લઈ ભાટીયા ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ વેપારીઓનું માંગ્યું સમર્થન

KGBV ભાટિયા ની વિદ્યાર્થીનીઓના પ્રતિક ઉપવાસ નો બીજો દિવસ

KGBV ભાટિયામાં ધોરણ 9,10,11,12 બંધ કરી દેવામાં આવ્યા છે

ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીનીઓ પ્રતીક ધરણાને અપાયું સમર્થન

ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ નહીં થાય તો બેડા લઈ પાણી ભરવાનો વારો આવે તેવી નોબત હોઈ વિદ્યાર્થીનીઓએ બેડા લઈ નોંધાવ્યો વિરોધ..

દ્વારિકા: તંત્ર દ્વારા KGBV ના ધોરણ 9 થી 12 ના વર્ગ બંધ કરેલ હોઈ સંખ્યામાં 150 માંથી 50 ની કરતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ભાટીયા ખાતે બેઠા પ્રતીક ધરણા પર. KGBV(કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય)માં ધોરણ 6 થી 12 કાર્યરત હતા ભાટિયા KGBV રાજ્યમાં 4 નંબરની શાળા છે, કરાટે, જુડો, તલવાર બાજી, રમત ગમત, સાંસ્ક્રુતિક કાર્યક્રમોમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ નામના મેળવેલ છે આવી સરસ ચાલતી શાળાને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણે સપનું આવ્યું હોય તેમ કોરોનાનું બહાનું આગળ કરી ધોરણ 9 થી 12 અચાનક રાતોરાત બંધ કરી દેવામાં આવે છે શાળામાં પૂરતી વ્યવસ્થા ન હોય શાળામાં ધોરણ 9 થી 12 ઘટાડો કરવાનો નિર્ણય થતા વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, સર્વ શિક્ષા અભિયાન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલેક્ટર, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પત્ર લખી ધોરણ 9 થી 12 ચાલુ કરવા માંગ કરી હતી તારીખ 8/7/2021 ના રોજ દેવભૂમિ દ્વારકા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી પ્રશ્ન હલ કરવા વિનંતી સાથે ચીમકી ઉચારી હતી કે અમે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું.

     જેના ભાગરૂપે તારીખ 13/07/2021 ના રોજ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા ગઈકાલે સતત વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ઉપવાસ ચાલુ રાખ્યા હતા. આજે બીજો દિવસ છે આજે દિકરીઓએ પાણીની હેલ માથા પર લઈ ભાટિયા ગ્રામ પંચાયત, વેપારીઓ, ગ્રામજનો સમક્ષ જઈ આંદોલનમાં સમર્થનમાં આપવા માંગણી કરી હતી.  દિકરીઓએ ગ્રામજન સમક્ષ કહ્યું કે જો અમે આગળ અભ્યાસ નહિ કરી શકીએ તો અમારે આજીવન પાણી ભરવાનું થશે, ઘરકામ કરવાનું થશે. ગ્રામજનોને લેખિત પત્રિકા આપી સમર્થન માટે આહવાન કર્યું હતું સામે ગ્રામજનોએ પણ દિકરીઓને ખાત્રી આપી હતી.

      આજે ભાટિયા ગ્રામજનોએ સમર્થન જાહેર કર્યું છે આવનારા દિવસોમાં જો સરકાર વિદ્યાર્થીનીઓના પ્રશ્ને હકારાત્મક નહિ વિચારે તો તાલુકાના તમામ ગામોનું સમર્થન મેળવવા, રાજકીય આગેવાનોનું સમર્થન મેળવવામાં આવશે, દિવસે દિવસે આંદોલન મજબૂત  બનતું જશે જ્યાં સુધી હકારાત્મક પરિણામ નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ મક્કમ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *