0
0
Read Time:52 Second
કવિ અંકુર શ્રીમાળી
દોરી ની વ્યથા
બહુ ઉંચે ઉડતા લોકો જ કપાય છે એવું નથી.
અહીતો ઉડવાની શરૂઆત કરો તો પણ….
આકાશ આખું ખુલ્લું , પવન સડસડાટ,
ઉપર પતંગ અને દોરા લહેરાય છે.
કપાય છે દોરો ને પતંગ કપાયો એમ કહેવાય છે.
રંગ બેરંગી પતંગને આભ ને ઉંબરે લઇ જાય છે.
એક પતંગને બીજા પતંગ સાથે મેળવે છે.
શું કહું દોરીની વ્યથા કેવા હાથ સાથે જોડાઈ છે.
પોતાનીજ જાત સાથે ઘસાઈ-ઘસાઈને કપાઈ છે.
નથી એની કોઈ મંશા તોય ગુંચવાય છે.
ભલે આપણે રહ્યા દોરી જેવા અંકુર,
છતાં લાગણીનાં તાંતણે સબંધ દિલના સચવાય છે.
—– —– ——– ————– ————–
અંકુર શ્રીમાળી તા.૧૬/૦૧/૨૦૨૧