વાસ્તવિકતા ‘તે દિવસે અમે આઝાદ!  કવિ રાહુલ પરમાર રચિત રચના “કવિની કલમે”

વાસ્તવિકતા ‘તે દિવસે અમે આઝાદ!  કવિ રાહુલ પરમાર રચિત રચના “કવિની કલમે”
Views: 46
0 0
Spread the love
Read Time:1 Minute, 36 Second
Views 🔥 વાસ્તવિકતા ‘તે દિવસે અમે આઝાદ!  કવિ રાહુલ પરમાર રચિત રચના “કવિની કલમે”

“તે દિવસે અમે આઝાદ”

અમારા ઘરનો પાણીનો ગ્લાસ તમે મોઢે માંડશો,

તે દિવસે અમે આઝાદ.

ભારત દેશ ના ગામડાઓ માથી વાસ ના લેબલો જે દિવસે હટશે,

તે દિવસે અમે આઝાદ.

અમને અડકવાથી તમે નહી અભડાઓ,

તે દિવસે અમે આઝાદ.

ગામડાઓ મા ચાની કીટલીએ અમારી રકાબીઓ અલગ નહીં હોય,

તે દિવસે અમે આઝાદ.

અમારા મોતનો મલાજો ગામના અલગ સ્મશાન થી ના લજવાય,

તે દિવસે અમે આઝાદ.

તમારી હવસ નો ભોગ અમારી બેન દીકરીઓ ના બને,

તે દિવસે અમે આઝાદ.

ગામમા અમારો વરઘોડો તમારી ભજન મંડળીઓ દ્વારા ના રોકાય,

તે દિવસે અમે આઝાદ.

તમારી સોસાયટીઓ મા અમે વસવાટ કરી શકીએ,

તે દિવસે અમે આઝાદ

અમારી મૂછો થી જો તમારું અહંમ ના ઘવાય,

તે દિવસે અમે આઝાદ.

તમારા વેદો માથી વર્ણ વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ જાય,                         

તે દિવસે અમે આઝાદ. 

અને                           

બાબાસાહેબે જોયેલું સમાનતાનું સ્વપ્ન જયારે પૂરું થાય,

તે દિવસે અમે આઝાદ

રાહુલ પરમાર
પ્રમુખ
ભારતીય દલિત પેંથર ગુજરાત.
મો.9879961790

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »