બિહાર: બિહાર(Bihar)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. તેમાં એક મહિલાના બોયફ્રેન્ડે(The woman’s boyfriend) તેની પુત્રી પર બળાત્કાર(Rape) કર્યો હતો, પરંતુ પીડિતાની માતાએ તેનો વિરોધ કર્યો ન હતો અને ભાઈએ પણ પીડિતાને ટેકો આપ્યો ન હતો. ઘટના બક્સરના ધનસોઇ પોલીસ સ્ટેશન(Dhansoi police station in Buxar) વિસ્તારની છે.
પીડિતાએ અનેક વખત ફરિયાદ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પૈસાની લેવાની બાબત પર માતાએ તેને ચૂપ કરી દીધી હતી. ફરિયાદના ડરથી માતા તેને સુરત(Surat) લઈ ગઈ અને પછી માતાએ આરોપી દ્રારા તેને ધમકી આપી હતી. અંતે કાકીની મદદથી પીડિતા મહિલા પોલીસ સ્ટેશન(Women’s police station) પહોંચી ત્યારે આ મામલો સામે આવ્યો હતો.
પીડિતાએ જણાવ્યું હતું કે, માતા છેલ્લા 10 વર્ષથી ગોવર્ધનપુરના રહેવાસી મહેન્દ્ર સિંહ સાથે ગેરકાયદે સંબંધ ધરાવે છે. તેણે તેના પિતાનું પણ અપહરણ કર્યું છે. આરોપી ગામના એક દબંગનો બોડીગાર્ડ છે. 7 સપ્ટેમ્બરે જયારે તે ઘરે આવ્યો ત્યારે હું એકલી હતી. આનો ફાયદો ઉઠાવીને તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની માં અને ભાઈને પોતાની આપવીતી સંભળાવી તો બંનેને મહેન્દ્ર પાસેથી લાખો રૂપિયા લેવાની વાત કહીને મોંધુ બંધ રાખવાનું કહ્યું હતું.
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં આનો ઘણી વખત વિરોધ કર્યો હતો. મામલો ઉજાગર કરવાની ધમકી પણ આપી, પરંતુ માતા મને મોટી બહેનના ઘરે સુરત લઈ ગઈ હતી. જોકે, થોડા દિવસો બાદ માતા પંચાયતની ચૂંટણીમાં મતદાનના બહાને ગામ પરત ફરી હતી.
ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ મહિલા સુરત પરત ફરી ન હતી. જ્યારે પીડિતાએ મહિલાને ત્યાંથી ફોન કર્યો ત્યારે તેણે ફોન આરોપી મહેન્દ્ર સિંહને આપી દીધો હતો. ફોન પર ધમકી આપતી વખતે, મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તારું મોંધુ બંધ રાખ. એમાં જ તારી ભલાઈ છે.
પીડિતા જયારે સુરતથી તેના ગામ પરત આવી ત્યારે તેની કાકીની મદદથી મહેન્દ્ર સિંહ તેમજ તેની માતા અને ભાઈ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, માતાએ આ વર્ષે માર્ચમાં પિતાને 80 હજાર રૂપિયામાં કોઈને વેચી દીધા છે. મહિલા પોલીસ સ્ટેશન નીતુ પ્રિયાએ જણાવ્યું હતું કે, એફઆઈઆર નોંધ્યા બાદ તપાસ કરવામાં આવે છે. બાળકીનું મેડિકલ ટેસ્ટ કરાવવાની સાથે કોર્ટ સમક્ષ નિવેદન નોંધવામાં આવ્યું છે.