મોડાસા અને બાયડના ધારાસભ્યોએ સીએમ અને શિક્ષણ મંત્રીને લેખિત રજુઆત કરી
ક્રિષ્ના પટેલ મોડાસા,
પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પ યોજી અરવલ્લી જિલ્લા સહીત રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જિલ્લા ફેરબદલીમાં 40 ટકાની જગ્યાએ 100 ટકા જગ્યાઓ ઉપર ત્વરિત કરવા મોડાસા અને બાયડના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પત્ર લખી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે
પ્રાથમિક વિભાગમાં અરવલ્લી જિલ્લાના શિક્ષકો સમગ્ર રાજ્યના જુદા જુદા જીલાઓમાં શિક્ષક તરીકે વર્ષોથી ફરજ બજાવી રહયા છે રાજ્યમાં ઘણા બધા શિક્ષકો એવા છે કે જેઓ વર્ષોથી પોતાના જિલ્લા બહાર પોતાના સ્વજનો થી દૂર રહી શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહયા છે ત્યારે આવા શિક્ષકો પોતાના વતનમાં આવવા ઈચ્છા રાખી રહયા છે. ત્યારે આવા શિક્ષકો ની વ્હારે અરવલ્લી જિલ્લા ના મોડાસા અને બાયડના ધારાસભ્ય આવ્યા છે મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલે રાજ્યના મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીને જુદા જુદા બે પત્રો લખી રાજ્યના શિક્ષકોને બદલી દ્વારા વતનનો લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે રાજ્યના તમામ શિક્ષકોનેની 100 ટકા મુજબ જગ્યાઓ ઉપર જિલ્લા ફેરબદલી કેમ્પ દ્વારા બદલીનો લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.