મોડાસામાં ૨૬ નવેમ્બરે સંવિધાન ગૌરવયાત્રા, બંધારણનું પૂજન થશે
ક્રિષ્ના પટેલ મોડાસા,
૨૬ નવેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ બંધારણની સંવિધાન ગૌરવયાત્રા નીકળશે . આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત અરવલ્લીમાં ઉપસ્થિત રહેશે. શુક્રવારે મુખ્યમંત્રીના આગમનની ભાજપા દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. ૨૬ નવેમ્બરે યોજાનાર આ સંવિધાન ગૌરવયાત્રા શહેર ના વિવિઘ વિસ્તારોમાં કાઢવામાં આવશે. મોડાસામાં સર્વોદયનગર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સવારે ૧૦ વાગ્યે સંવિધાન ગૌરવયાત્રા રેલી સ્વરૂપે નીકળશે જે સાઈબાબા મંદિર થી નિકળી ચાર રસ્તા, મેઘરજ રોડ થઈ અરવલ્લી માં નવીન નિર્માણ પામેલું શ્રી કમલમ ભાજપા કાર્યાલયની મુલાકાત કરશે. ત્યાર બાદ ૧૧ કલાકે બંધારણ નું પૂજન કરવામા આવશે. જેમા પક્ષ ના વિવિધ હોદ્દેદારો ઊપસ્થિત રહેશે.