ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા! મુકેશ અંબાણી રહી ગયા પાછળ

ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા! મુકેશ અંબાણી રહી ગયા પાછળ

0 0
Spread the love

Read Time:3 Minute, 25 Second
Views 🔥 ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા! મુકેશ અંબાણી રહી ગયા પાછળ

20 મહિનામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં  8,389 કરોડ યુએસ ડોલરથી વધુનો વધારો થયો છે.

મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા એટલે કે 54.7 અબજ ડોલરનો વધારો થયો છે.

અમદાવાદ: અંબાણી અદાણીના નામ કોઈને કોઈ કારણોસર રાજકારણ, ઉદ્યોગ અને મીડિયામાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત અંબાણી અદાણી ચર્ચાની એરણે છે. માત્ર દેશ નહીં પરંતુ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનવાની હરીફાઈમાં ગૌતમ અદાણીએ બાજી મારી છે. જ્યારે મુકેશ અંબાણી પાછળ રહી ગયા છે.

દેશના ટોચના બિઝનેસ ટાયકુન ગણાતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સૌથી ધનાઢય વ્યક્તિ પણ ગણાય છે. બંને વચ્ચે હાલ જબરદસ્ત કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. શેરબજાર ઉપર-નીચે થઈ રહી છે, જેની અસર બંને ગ્રુપને પણ થઈ રહી છે. તેમાં હાલ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેઓ ગ્રુપ માર્કેટ કેપના આધારે મુકેશ અંબાણીને પાછળ છોડતાં દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જૂન 2015થી સૌથી અમીર ભારતીયના સ્થાન પર રહ્યા  હતા. બુધવારે શેરબજારમાં અદાણી ગ્રુપના શેર્સમાં શાનદાર તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને પગલે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ મુજબ, મંગળવાર 23 નવેમ્બર, 2021 સુધી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 9,100 કરોડ ડોલર હતી, જ્યારે અદાણીની કુલ સંપત્તિ 8,880 કરોડ ડોલર હતી, જે અંબાણી કરતા 2.4 ટકા ઓછી હતી. જોકે, બુધવારે આરઆઈએલના શેર્સમાં 1.72 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી આવી, જેથી ગૌતમ અદાણી ટોચ પર પહોંચી ગયા.

અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં 2.34 ટકા, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેર્સમાં 4 ટકાની તેજી રહી હતી.  શેરની કિંમત માં થયેલા વધારા સાથે આ બંને કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા છે. રિપોર્ટ મુજબ, ગત 20 મહિનામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1808 ટકા એટલે કે 8,389 કરોડ યુએસ ડોલરથી વધુનો વધારો થયો છે. આ ગાળામાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા એટલે કે 54.7 અબજ ડોલરનો વધારો થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા! મુકેશ અંબાણી રહી ગયા પાછળ

ઝાલાવાડમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના શ્રીગણેશ, ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ

ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા! મુકેશ અંબાણી રહી ગયા પાછળ

સ્પીપા દ્વારા આજથી UPSCનાં તાલીમ વર્ગોનો શુભારંભ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.