મોડાસા શહેરમાં ધ્વની પ્રદૂષણ કરતા ડી. જે. સંચાલક સામે કરાઈ કાર્યવાહી
ક્રિષ્ના પટેલ મોડાસા
દિવાળી બાદ હવે લગ્ન સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રસ્તાઓ પર લાઉડસ્પીકર વગાડતા ડીજે સંચાલકો બેફામ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે ત્યારે મોડાસા ટાઉન પોલીસ દ્વારા શહેરની મારુતિનંદન સોસાયટીમાં ડી.જે વગાડતા સંચાલક સામે બેફામ ધ્વનિ પ્રદૂષણ કરવા મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લામાં લગ્નસરાની મોસમ જામી છે ત્યારે ડીજે સંચાલકોને મોજ પડી ગઈ છે.હાઇવે રસ્તા પર બેફામ ધ્વનિ પ્રદૂષણ કરી હાઇવે પર ફરી માર્કેટિંગ કરતા ડીજે સંચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે.ત્યારે મોડાસા શહેરમાં ગતરોજ મારુતિ નંદન સોસાયટીમાં એક ડીજે સંચાલક બેફામ રીતે ડીજે વગાડતો હતો.પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ધ્વનિ પ્રદૂષણ કરતા એક ડીજે સંચાલક સામે ધ્વનિ પ્રદૂષણ એક્ટ અન્વયે ગુનો દાખલ કરાયો છે. જેમાં ડીજે સંચાલક,ઓપરેટર,પિક અપ ડાલાં ડ્રાઇવર સામે ગુનો દાખલ કરાયો છે.પોલીસે ૩.૮૫ લાખની કિંમના ૮ સ્પીકર, લેપટોપ, જનરેટર, મિક્ષર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે ઇન્વાયાર પ્રોટેક્શન એક્ટ હેઠળ કુલ ૩ ઇસમોની અટકાયત કરી છે.