ક્રિષ્ના પટેલ મોડાસા
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તર પશ્ચિમ અને તેની આસપાસના મધ્ય ભારત ઉપર સંભવિત અસર થવાની શક્યતાઑ રહેલી છે. જેના કારણે અગામી સમય એટલે કે તારીખ 30 નવેમ્બરથી તારીખ 4 ડિસેમ્બર સુધી હવામાં વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. સરકાર ખેડૂતો માટે ચિંતામય બની હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ કમોસમી વરસાદ અનુસંધાને તકેદારીના ભાગરૂપે શાકભાજી તેમજ બાગાયતી પકોને ઉતારી પાડવાની તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘસચારા અને પાકને સલામત સ્થળે ખસેડવા તથા એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસોના જથ્થાને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના યોગ્ય પગલા લેવા ખેડૂતોને જાણ કરાઇ.
ખેડૂતોના માથે વધુ એક આફત! હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોને ચેતવ્યા
Read Time:1 Minute, 28 Second