મકવાણા જોરૂભા, વઢવાણ
સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં ચોરી લુંટ સહિતના અસામાજિક પ્રવૃત્તિને ડામવા અને ચોરીના અનડીટેકેટ ગુનાહોઓને ડીટેકટ કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સપેક્ટર વી.વી.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ દાજીરાજસિંહ રાઠોડ, રવિભાઈ ભરવાડ, પ્રવિણભાઈ આલ, હરદેવસિંહ પરમાર, જગદીશભાઈ સભાડ, ગોપાલભાઈ પરમાર, પ્રિયંકાબેન પરમાર અને સંગીતાબા રાણા સહિતની એસ.ઓ.જી. પોલીસ ટીમ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સામે રિવરફ્રન્ટ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરિમયાન નટવરગઢ ગામના રાહુલભાઈ જીવણભાઈ સુરેન્દ્રનગર જીલ્લાના લીંમડી તાલુકાના કાલીયાને મોટરસાયકલ સાથે ઝડપી પાડી તેની પુછપરછ હાથ ધરતા તેની પાસે મોટરસાયકલના ડોક્યુમેન્ટ ન હોય તેથી પોકેટ કોપના આધારે મોટરસાયકલના માલિકની ખાતરી કરતા મોટરસાયકલ ચોરી અને છળકપટથી મેળવેલું જણાતા તેની સધન પુછપરછ હાથ ધરતા છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર જીલ્લાના એ.ડીવીઝન, જોરાવનગર પોલીસ મથક, પાણશીણા, અમદાવાદ, બગોદરા, બાવળા, ખેડા, આણંદ સહિતના જીલ્લાના અલગ અલગ પોલીસ મથકના વિસ્તારમાં મોટરસાયકલની ચોરી કરી જુદા જુદા વ્યકિતઓને વેચાણથી આપેલાની કબુલાત કરતા રૂપિયા 1,71,500 ની માહિતી મળી છે.
સુરેન્દ્રનગર SOC પોલીસ ટીમે સુરેન્દ્રનગર અમદાવાદ બાવળા બગોદરા ખેડા આણંદ પાણશીણા સહિતના જીલ્લામાંથી ચોરી કરેલા 15 મોટરસાયકલના ચોરને ઝડપી 1,71,500 નો મુદામાલ કબ્જે ચોરીનો ભેદ ઉકેલાયો
Read Time:1 Minute, 55 Second