માત્ર છ મહિનામાં જ ફરિયાદી ગ્રાહકોને ન્યાય અપાવતી ગ્રાહક કોર્ટોની ઉદાહરણરૂપ કામગીરી!

0
માત્ર છ મહિનામાં જ ફરિયાદી ગ્રાહકોને ન્યાય અપાવતી ગ્રાહક કોર્ટોની ઉદાહરણરૂપ કામગીરી!
Views: 96
0 0
Spread the love

Read Time:9 Minute, 49 Second
Views 🔥 માત્ર છ મહિનામાં જ ફરિયાદી ગ્રાહકોને ન્યાય અપાવતી ગ્રાહક કોર્ટોની ઉદાહરણરૂપ કામગીરી!


પોલિસીધારકોને મેડીકલ ખર્ચાઓની બાકીની પૂરેપૂરી રકમ વ્યાજ અને ખર્ચા સાથે અપાવતા ગ્રાહક કોર્ટના મહત્વના આદેશો

અલગ-અલગ કેસમાં માત્ર છ મહિનામાં જ ઝડપી અને અસરકારક ન્યાય પૂરો પાડી અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ પંચની પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ કામગીરી

ગ્રાહક કોર્ટમાંથી હવે ફરિયાદી ગ્રાહકોને ઝડપી ન્યાય મળતાં અમદાવાદ શહેર સહિત રાજયભરના ગ્રાહકોમાં આનંદની લાગણી – ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ  મુકેશ પરીખે ગ્રાહક કોર્ટના ચુકાદાઓને આવકાર્યા અને ગ્રાહકોને ફરિયાદો દાખલ કરવા વધુ જાગૃત બનવા અપીલ કરી

અમદાવાદ,તા.12
રાજયમાં મેડિકલેઇમ સહિતની વિવિધ પોલિસીઓમાં પોલિસીધારક દ્વારા હોસ્પિટલમાં સારવાર સહિતના અન્ય કારણોસર જયારે વીમાની પોલિસીનો કલેઇમ કરવામાં આવતા હોય છે ત્યારે જુદી જુદી વીમા કંપનીઓ દ્વારા યેન કેન પ્રકારે પોલિસીધારકોના દાવાઓની પૂરી રકમમાં કાપકૂપ કરી, કે અંશતઃમંજૂર કરી કે પછી દાવાને જ નામંજૂર કરી પોલિસીધારક ગ્રાહકોને ભારે અન્યાય અને હેરાનગતિનો ભોગ બનાવાતા હોય છે ત્યારે અમદાવાદ શહેર મુખ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા તાજેતરમાં અલગ-અલગ પોલિસીધારક દર્દીઓના કેસમાં વીમા કંપનીઓ વિરૂધ્ધ દાખલ થયેલી ફરિયાદો મંજૂર કરી ફરિયાદી પોલીસીધારક ગ્રાહકોને મેડિકલ ખર્ચાઓની બાકીની પૂરેપૂરી રકમ, વ્યાજ અને ખર્ચા સાથે અપાવતા બહુ જ મહત્વના આદેશો જારી કર્યા છે. સૌથી મહત્વની અને નોંધનીય વાત એ છે કે, અમદાવાદ મુખ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ઈન્ચાર્જ પ્રમુખ એચ.જે. ધોળકીયા અને સભ્ય અમીબેન જોષીએ અલગ અલગ પોલીસીધારક દર્દીઓની વીમા કંપની વિરૂધ્ધની ફરીયાદોનો વર્ષ-2021 માં દાખલ કરવામાં આવેલ ફરીયાદોનો ફક્ત છ મહિનામાં જ ગ્રાહકોને ન્યાય અપાવી જયુડીશીયરી આલમમાં પણ પ્રેરણારૂપ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડયું છે. બીજીબાજુ, ગ્રાહક કોર્ટના ઝડપી, અસરકારક અને ન્યાયી વલણને પગલે રાજયભરના ફરીયાદી ગ્રાહકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કોર્ટના આ ઝડપી, અસરકારક અને ન્યાયપૂર્ણ ચુકાદાઓને આવકારતાં જણાવ્યું છે કે, એકબાજુ ન્યાય આપવામાં, જજમેન્ટ આપવામાં સામાન્ય રીતે વિલંબ થતો હોય છે પરંતુ પ્રસ્તુત અનેક કિસ્સાઓમાં ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઝડપથી ફરિયાદી ગ્રાહકોને ન્યાય આપવામાં આવ્યો છે, તે ખરેખર બહુ પ્રશંસનીય કામગીરી કહી શકાય. અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ગ્રાહક સુરક્ષા ધારા-2019 અન્વયે વીમા કંપનીઓની ક્લેઇમ પ્રોસેસ કરવામાં સેવામાં ખામી, બેજવાબદારી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરવા સબબ ચાર ફરીયાદો દાખલ કરી, પોલીસી ધારક દર્દીઓને ન્યાય અપાવ્યો છે.

આ જુદા જુદા કેસો સંદર્ભે માહિતી આપતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે, અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના બીનાબેન શાહને તાવ, ઠંડી અને યુરિન કરતા પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમણે સોનોગ્રાફી કરાવતાં બે પથરી હોવાની વિગત સામે આવી હતી. ત્યારબાદ તેમણે કરાવેલી સર્જરીનો ટોટલ મેડિકલ ખર્ચા પેટે રૂા.93,900 ચુકવ્યા હતા. આ કેસમાં ઓરીએન્ટલ ઈસ્યોરન્સ કંપની લી. અને વીમા કંપની નિયુક્ત ટી.પી.એ. દ્વારા ક્લેઇમ પ્રોસેસ કરીને રૂા.53,900 ચુકવવામાં આવ્યા હતા અને રૂા.40,000 જેટલી મોટી રકમ ટર્મ્સ એન્ડ કન્ડીશનના ક્લોઝ રીઝનેબલ અને કસ્ટમરી ચાર્જીસના નામે દાવાની રકમમાંથી કાપકૂપ કરી હતી. જો કે, ગ્રાહક કોર્ટે એનેથેસીયા, સર્જરી ચાર્જીસ, ઓ.ટી. ચાર્જીસ વિગેરે હોસ્પિટલોની ઈન્ફાસ્ટ્રક્ટર ફેસીલીટી, સ્કીલ, ટેકનોલોજી, કળાકૌશલ્ય આધારીત હોય છે અને હોસ્પિટલો અને ડોક્ટરોના સ્ટાન્ડરાઈઝ ચાર્જીસની કોઇ જેકેટ ફોર્મ્યુલા હોતી નથી તેવું ગ્રાહક કમિશને અવલોકન કરી ફરીયાદી મહિલાની અરજી મંજુર કરી છે. દરેક હોસ્પિટલ અને ડોક્ટરોના તેઓના પોતાના અલગ અલગ પ્રોફેશનલ ચાર્જીસ હોય છે. આથી ડીડક્શનના ગ્રાઉન્ડની યોગ્ય સ્પષ્ટતા અને જવાબ બચાવ કાયદેસર ટકવાપાત્ર નથી એમ ઠરાવી પંચે ફરિયાદી મહિલાને ન્યાય આપતો હુકમ કર્યો હતો.

આ જ પ્રકારના બીજા કેસની વાત કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે,  પાલડી વિસ્તારના જ કેતકીબેન તેજસ શાહે ડાબી આંખના મોતીયાના ઓપરેશનમાં રૂા.37,000 હોસ્પિટલને ચુકવ્યા હતા. પરંતુ વીમા કંપનીએ ફક્ત રૂા.24,000 ચુકવી રૂા.13,000 ની અયોગ્ય અને ગેરકાયદેસર કપાત કરી હતી, પોલીસીની ટર્મ્સ એન્ડ કન્ડીશનમાં રીઝનેબલ અને કસ્ટમરી ચાર્જીસના નામે ઓ.ટી. ચાર્જીસ, આઈ.ઓ.એલ. ચાર્જીસ, ઓપરેશન ચાર્જ વિગેરે કરારની શરતો નં.3.33 રીઝનેબલ અને કસ્ટમરી અંતર્ગત કપાત કરી હોવાનો વિમા કંપનીનો જવાબ અને બચાવ ગ્રાહક કમિશને ફગાવી દઈ મેડીકલ ખર્ચાની પુરેપુરી રકમ વાર્ષિક 7 ટકાના વ્યાજ અને રૂા.5,000 ખર્ચા સાથે ચુકવી આપવા મહત્વનો હુકમ કર્યો હતો.

જ્યારે ગાંધીનગર જીલ્લાના કલોલના ઉર્મિલાબેન કેતનકુમાર પટેલે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લી. ની મેડીક્લેઇમ પોલીસી મેળવી હતી. ફરિયાદી મહિલાના આ ત્રીજા કેસમાં ગર્ભાશયની કોથળી રીમુવ કરવાની સર્જરીમાં ટોટલ મેડીકલ ખર્ચા રૂા.97,742 સમઇસ્યોર્ડની લીમીટમાં હોવા છતાં વીમા કંપનીએ રૂા.31,774 ની રકમ કાપવાના નિર્ણયને ચેલેન્જ કરીને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અમદાવાદ ગ્રાહક કોર્ટમાં ફરીયાદ દાખલ કરી દાદ માંગેલ અને દલીલો કરી હતી. જેમાં પણ કોર્ટે ફરિયાદી મહિલાને ન્યાય આપ્યો હતો. વીમા કંપનીએ ગ્રાહક કોર્ટમાં ટર્મ્સ એન્ડ કન્ડીશનના ક્લોઝ નં.3.23 અન્વયે ક્લેઇમ સેટલ કરી દાવાની અધુરી રકમ PPN (Preferred Provider Network) ના નામે કાપવામાં આવેલ હોવાનો રજૂ કરેલો જવાબ અને બચાવ ગ્રાહક કોર્ટે ફગાવી દીધા હતા. હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે વિવિધ રોગોમાં મેડીકલ ટ્રીટમેન્ટના ચાર્જીસ નક્કી કરવા બાબતે એગ્રીમેન્ટ કરવામાં આવે છે પરંતુ પોલીસીધારકની સદર એગ્રીમેન્ટમાં કોઈ સુચના, સહી અને સંમતિ હોતી નથી. આથી PPN (Preferred Provider Network) એગ્રીમેન્ટ પોલીસી ધારકને કાયદેસર લાગુ ના પડે. ગ્રાહક કોર્ટે વર્ષ-2017 થી રૂા.45,824 વાર્ષિક 7 ટકાના વ્યાજ સાથે અને રૂા.5,000 ના ખર્ચાના 30 દિવસની સમયમર્યાદામાં અલગથી ચુકવવા હુકમ કર્યો હતો. આમ, ઉપરોકત અલગ અલગ કેસોમાં અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા માત્ર છ મહિનામાં જ ઝડપી અને અસરકારક ન્યાય ફરિયાદી ગ્રાહકોને અપાવી જયુડીશીયરી આલમમાં પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હોવાનું જણાવી શ્રી મુકેશ પરીખે તમામ ચુકાદાને આવકાર્યા હતા. સાથે સાથે તેમણે અમદાવાદ શહેર સહિત રાજયભરના ગ્રાહકોને ગ્રાહકલક્ષી કાયદાના આધારે ગ્રાહક કોર્ટોમાં પોતાની ફરિયાદો અરજી દાખલ કરવા આગળ આવવા અને આ મુદ્દે જાગૃતતા કેળવવા ખાસ અનુરોધ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed