ઊંઝા ખાતે થશે સાંજે આશા બેહનની અંત્યોષ્ટિ
ગુજરાત(Gujarat): ઊંઝા(Unza)નાં ભાજપ(BJP)નાં ધારાસભ્ય આશાબેન પટેલ(MLA Ashaben Patel)ની તબિયત લથડતા તેમને અમદાવાદ(Ahmedabad) ખાતે ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેઓ બચી શક્યા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે, આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ડોકટરો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે, હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે.
વર્ષ 2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ ખુબ જ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ જૂથવાદથી કંટાળીને તેણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં APMC ઊંઝામાં પણ તેઓએ દબદબો બનાવવામાં માટે સફળતા મેળવી હતી.