ડોલર ચુડાસમા, મોરબી
મોરબી : રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમ દ્વારા જીએસટી ચોરી પકડી લેવાની ઝુંબેશ વેગવંતી બનાવી મોરબીના જાણીતા વોલ ટાઇલ્સ સીરામીક ગ્રુપ ઉપર દોરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં સઘન તપાસ દરમિયાન રૂ.50 લાખથી વધુની જીએસટી ચોરી બહાર આવી છે. આથી સીજીએસટી દ્વારા રૂ.8 લાખની ફાઇન-પેનેલ્ટી સહિત રૂ.58 લાખની રિકવરીની તજવીજ હાથ ધરાઈ છે. રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમ દ્વારા દિવાળી પછી જીએસટી ચોરી ઝડપી લેવા માટે અવિરતપણે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જેના ભાગરૂપે રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમ મોરબીના પીપળી રોડ ઉપર આવેલા વોલ ટાઇલ્સ ઉત્પાદક સ્વાટ સીરામીક પ્રા. લી. માં ત્રાટકી હતીઅને રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમના સુપ્રિ. જી.જે.ઝાલા, મુકેશ શર્મા અને ઇન્સપેક્ટરો દ્વારા આ સીરામીક ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ હિસાબી સાહિત્યની ચકાસણી કરતા રૂ.50 લાખની જીએસટી ચોરી બહાર આવી હતી. આથી સીજીએસટી દ્વારા રૂ.8 લાખની ફાઇન-પેનેલ્ટી સહિત રૂ.58 લાખની રિકવરીની તજવીજ હાથ ધરાઈ છે. હજુ પણ વધુ કેટલાક સીરામીક ગ્રુપમાં જીએસટી ચોરી થતી હોવાથી માહિતીના આધારે રાજકોટની સીજીએસટી ટીમના ઝપટે ચઢે તેવી શકયતા છે.