અમદાવાદ / નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઇ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જુગારધામ પર ડીજી વિજિલન્સની ટીમ ત્રાટકી, લાખોના મુદ્દામાલ સહીત 12 થી વધુ જુગારીઓ ઝડપાયા

નરોડાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દરબારવાસના કનુભાઈના વાડામાં કુખ્યાત સુખાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એકાએક રેડ કરતા નાસભાગ મચી ગઈ હતી. સ્ટેટ મોનીટરીંગની ટીમે સુખાના જુગારધામ માંથી 12 જેટલાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 50 હાજર રોકડા, વાહનો અને મોબાઈલ સહિતના માલ-સામાન સહીત 2 લાખની આસપાસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જયારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.
અગાઉ પણ આજ સ્થળેથી સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યો હતો. તેમ છતાં નરોડા પોલીસની સીધી રહેમ નજર હેઠળ આ જુગારધામ ધમધમી રહ્યો હતો, એવુ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જયારે પણ કોઈ અન્ય એજન્સી રેડ કરે ત્યારે સ્થાનિક પોલીસ સામે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. શુ આ મામલે કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કે તપાસના આદેશ આપવામાં આવશે. એવી લોકોમાં ચાલી રહેલી ચર્ચાએ જોર પકડ્યો હતો. નરોડા વિસ્તારમાં ભાગોળ ચોકીને લગતા દરબારવાસના કનુભાઈ વાડામાં કુખ્યાત સુખાના જુગારધામ પર પડેલી ડીજી વિજિલન્સની રેડ થી સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે.
શુ આ સમગ્ર મામલે ભાગોળ ચોકીના પીએસઆઈ ડી. કે. મોરીને આ જુગારધામની જાણ ન હતી?
કે પછી જાણ હોવા છતાં જુગારધામ ચલાવવાની છૂટ આપી હતી?
સ્થાનિક પોલીસ સ્ટેશનના કોઈ અન્ય અધિકારીઓ કે પોલીસકર્મીઓની કોઈ મીલીભગત છે કે શુ?
આવા અનેક સવાલો લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. અન્ય શહેરોમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં કસૂરવાર પોલીસકર્મીઓ સામે સસ્પેન્ડ કર્યા હોવાના દાખલા પણ સામે આવ્યા હતા. તો આ સમગ્ર મામલે પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?સવાલ એ છે કે, આટલો મોટો જુગારધામ ચાલતું હોય અને સ્થાનિક પોલીસને આ વાતની જાણ ના હોય એવુ શક્ય નથી. જેથી આ જુગારધામ ઉપર પડેલી રેડમાં સ્થાનિક પોલીસની ભૂમિકા શુ છે તે તો તપાસ બાદ બહાર આવશે.
ઉલીખનીય છે કે, ડીજી વિજિલન્સ સેલ દ્વારા હાલમાં ખુબજ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ, વડોદરા, અંકલેશ્વર, સુરતમાં ચાલતા દારૂ જુગાર, સટ્ટા અને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો, જુગાર સટ્ટા ના સંચાલકો ઉપર ઉપરા છાપરી રેડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં કેટલાક પોલીસકર્મીઓની સંડોવણી પણ સામે આવી હતી, જેથી તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજીતરફ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડીજી વિજિલન્સ ટીમે સુખા નામના કુખ્યાત જુગાર સંચાલકના જુગારધામ ઉપર રેડ કરી લાખો રૂપિયાના મુદ્દામાલ સહીત 12 જુગારીઓને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.