અમદાવાદ સહિત રાજ્યના આંઠ શહેરોમાં ક્રિસ્મસ અને નવવર્ષની રાત્રી ઉજવણી નહીં થાય!

અમદાવાદ સહિત રાજ્યના આંઠ શહેરોમાં ક્રિસ્મસ અને નવવર્ષની રાત્રી ઉજવણી નહીં થાય!

0 0
Spread the love

Read Time:2 Minute, 49 Second
Views 🔥 અમદાવાદ સહિત રાજ્યના આંઠ શહેરોમાં ક્રિસ્મસ અને નવવર્ષની રાત્રી ઉજવણી નહીં થાય!

ગાંધીનગર: દિવસે અને દિવસે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે સાથે કોરોના નવા સ્ટ્રેઇન ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી અને રાત્રી કારફ્યુમાં વધારો કરવામાં આવ્યો. ક્રિસમસ અને નવવર્ષની ઉજવણી મોટાભાગે રાત્રી દરમ્યાન થતી હોય છે ત્યારે સરકારના નવા નિર્દેશ પ્રમાણે રાત્રીના ૧૧ વાગ્યા પછી કરફ્યુ લાદી દેવામાં આવશે. ત્યારે ક્રિસમસ ઇવનિંગ અને ન્યુ ઈયર વેલકમ પાર્ટી કરવી શક્ય બનશે નહિ.

રાજ્યમાં COVID-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા  તા.૩૦.૧૧.૨૦૨૧ થી રાજયના ૮ શહેરોમાં રાત્રિ કર્યુ તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. જે નિયંત્રણો તથા ૮ શહેરોમાં રાત્રિ કર્ફયુની અવધિ તા.૧૦.૧૨.૨૦૨૧ તથા તા.૨૦.૧૨.૨૦૨૧ના સમાન ક્રમાંકના હુકમોથી ક્રમશ: તા.૩૧.૧૨.૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.

રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની પુન: સમીક્ષા કરી તા.૩૦.૧૧.૨૦૨૧ના ઉપરોકત હુકમોથી ૮ શહેરોમાં મુકવામાં આવેલ નિયંત્રણો તેમજ રાત્રિ કર્ફયુના સમયમાં  ફેરફાર કરવામાં આવે છે. તા.૨૫.૧૨.૨૦૨૧થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર, ગાંધીનગર શહેરોમાં દરરોજ રાત્રિના ૧૧:૦૦થી સવારના ૦૫:૦૦ કલાક સુધી રાત્રિ કર્ફયુ અમલમાં રહેશે.

રાજ્યના  ૮ શહેરોમાં તમામ દુકાનો, રેસ્ટોરેન્ટસ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાય છે. જેમાં ફેરફાર કરતા તા.૨૫.૧૨.૨૦૨૧થી ઉકત ગતિવિધિઓ રાત્રિના ૧૧:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તા.૩૦.૧૧.૨૦૨૧ના હુકમોની અન્ય બાબતો તા.૩૧.૧૨.૨૦૨૧ સુધી યથાવત રહે છે. જેથી ક્રિસમસ અને નવવર્ષની વેલકમ પાર્ટીઓ યોજવી શક્ય બનશે નહિ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદ સહિત રાજ્યના આંઠ શહેરોમાં ક્રિસ્મસ અને નવવર્ષની રાત્રી ઉજવણી નહીં થાય!

દસ વર્ષ બાદ વિશ્વભરમાં કેન્સરના કારણે સૌથી વધુ મોત ભારતમાં હશે – યુએસએના ડો.કશ્યપ પટેલની ચેતવણી

અમદાવાદ સહિત રાજ્યના આંઠ શહેરોમાં ક્રિસ્મસ અને નવવર્ષની રાત્રી ઉજવણી નહીં થાય!

શામળાજીમાં ગત રાત્રિએ કરિયાણાની દુકાનનું તાળું તૂટ્યું ! અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસ માં ચોરીનો વધુ એક બનાવ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.