Read Time:59 Second
ક્રિષ્ના પટેલ મોડાસા ,
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત ચોરીના બનાવો બની રહ્યા છે . ત્યારે જિલ્લા વધુ એક ચોરીનો મામલો સામે આવ્યો છે ગત રાત્રિએ શામળાજી નજીકના પાલ્લા ગામે કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હતી. દુકાનમાં ચોરી કરનાર શખ્સોએ દુકાનનું આગળનું શટર તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા. રાત્રિ દરમ્યાન ચોરી થતાં દુકાનદારને હજારોના કરિયાણાના માલસામાનની ચોરી થતાં ભારે નુકસાન થયું હતું . છેલ્લા બે દિવસમાં ચોરીનો બીજો બનાવ બન્યો હોવાથી પોલિસની કામગીરીથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો . તેમજ જિલ્લામાં પેટ્રોલીંગ વધવારા માંગ ઉઠી હતી .