માહિતી આપવામાં વિલંબ કે અધૂરી માહિતી આપનારા અધિકારીઓ હવે દંડાશે
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં જાગૃત નાગરિકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા અવારનવાર અલગ અલગ પ્રકારની માહિતી માંગવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગો અને અધિકારીઓ દ્વારા મોટા ભાગે વિલંબસાથે અને અધૂરી માહિતીઓ આપવાની ફરિયાદોને પગલે એપ્લેટ અધિકારી અને માહિતી આયોગમાં અપીલની સંખ્યામાં વધારો થાય છે. ત્યારે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોશી દ્વારા સિવિલ હોસ્પિટલમાં તમામ વિભાગોને પરિપત્ર દ્વારા જાણ કરી.
માહિતીની કોપી દીઠ ફી અધિકારીઓ પાસેથી વસુલવામાં આવશે..
પરિપત્રમાં જાણ કરવામાં આવી છે કે, તમામ જાહેર માહિતી અધિકારી, મદદનીશ જાહેર માહિતી અધિકારી તેમજ વિભાગના/શાખાના વડાઓનું ધ્યાન દોરવાનું કે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતગર્ત આવતી આર.ટી.આઇ ના જવાબ સમય મર્યાદામાં રજુ કરવામાં આવતા નથી તેમજ જે જવાબો રજુ કરવામાં આવે છે તે આંશિક, અધુરા અને અસ્પષ્ટ હોય છે તેમજ મુદ્દાસર જવાબો રજુ કરવામાં આવતા નથી. સિવિલ હોસ્પિટલમાં આવતી આર.ટી.આઇના મુદ્દાસર જવાબો આપવામાં આવે તો પ્રથમ એપેલેટ અધિકારી સમક્ષ થતી અપીલો તેમજ નામદાર આયોગમાં થતી અપીલો ટાળી શકાય. જેથી આ સાથે સામેલ પ્રોફોર્મ મુજબ જવાબ આપવા તમામને જણાવવામાં આવે છે તેમજ આર.ટી.આઇ. સંબંધીત જાહેર માહિતી અધિકારી, મદદનીશ જાહેર માહિતી અધિકારી તેમજ વિભાગના/શાખાના વડાને મળ્યેથી જવાબ સમય મર્યાદામાં રજુ કરવા જણાવવામાં આવે છે જો સમય મર્યાદામાં જવાબ રજુ કરવામાં નિષ્ફળ જશે તો અરજદારને જે વિનામુલ્યે માહિતી પુરી પાડવાની થશે ત્યારે જે તે સંબંધીત પાસેથી માહિતીના નાણાં વસુલવામાં આવશે જેની નોંધ લેવી.
માહિતીમાં જવાબો સ્પષ્ટ અને વ્યાજબી આપવા
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોશી દ્વારા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે,
સંબંધીત જાહેર માહિતી અધિકારી, મદદનીશ જાહેર માહિતી અધિકારી દ્વારા જે જવાબો રજુ કરવામાં આવે તે જવાબો સ્પષ્ટ તેમજ વાજબી રજુ કરવા જરૂર પડે ત્યા માહિતી અધિકાર અધિનિયમમાં જે કલમો દર્શાવવામાં આવેલ છે તે પણ ટાંકવી જેથી કોઇ મુંઝ્વણ ન રહેવા પામે.
ક્યાં ક્યાં વિભાગોને નોંધ લેવા કહ્યું….
– એપેલેટ અધિકારીશ્રી અને નિવાસી તબીબી અધિકારી (આર.એમ.ઓ), સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
– એપેલેટ અધિકારીશ્રી (મેડીકલ બોર્ડ) તબીબી અધિક્ષશ્રી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ શ્રી રજનીશ પટેલ, અધિક તબીબી અધિક્ષકશ્રી, સદર કચેરી,
– જાહેર માહિતી અધિકારી અને હિસાબી અધિકારી, સદર કચેરી, જાહેર માહિતી અધિકારી (મેડીકલ બોર્ડ), ઇન્ચાર્જ નિવાસી તબીબી અધિકારી સદર કચેરી.
– જાહેર માહિતી અધિકારી અને તબીબી અધિકારી વર્ગ-૨ (આર.એમ.ઓ. ઓફિસ), સદર કચેરી, . જાહેર માહિતી અધિકારી અને ઈન્ચાર્જ મેડિકો લીગલ ઓફિસર, સદર કચેરી.
– જાહેર માહિતી અધિકારી અને ઈન્ચાર્જ મેડીકલ રેકર્ડ ઓફીસર, સદર કચેરી વહીવટી અધિકારી અને જાહેર માહિતી અધિકારી, આર.ટી.આઈ. સેલ, સદર કચેરી.
– વહિવટી અધિકારી, મહેકમ શાખા, સદર કચેરી. વહિવટી અધિકારી, (આઉટસોર્સ), સદર કચેરી,
– વહિવટી અધિકારી, કોર્ટ સેલ/ફરિયાદ શાખા, સદર કચેરી,
– વહિવટી અધિકારી, નર્સિંગ મહેકમ, સદર કચેરી, સ્ટોર પરચેઈઝ ઓફિસર, સદર કચેરી,
– ઇન્ચાર્જ મેડીકલ સ્ટોર, સદર કચેરી,
– ઇન્ચાર્જ ઇલેક્ટ્રો મેડીકલ વર્કશોપ, સદર કચેરી,
– નર્સિંગ અધિક્ષકશ્રી, સદર કચેરી, • ઇન્ચાર્જ વહિવટી અધિકારી, મેડીસીટી વિભાગ, સદર કચેરી,
– મદદનીશ જાહેર માહિતી અધિકારીશ્રી (તમામ) સદર કચેરી.
– મેનેજરશ્રી, રોગી કલ્યાણ સમિતી, સદર કચેરી,
– પી.એ.ટુ. મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી, સદર કચેરી,
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોશી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું છે.