Read Time:1 Minute, 2 Second
ગાંધીનગર: રાજ્યમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વિકાસની ચમકદમકમાં શાંતિ શહેરોથી દૂર જઇ રહી છે. સતત ટ્રાફિક અને ભીડભાડથી લોકો શાંત વિસ્તારમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર પીડીપીયુ ક્રોસ રોડ પાસે જૈનમ પબ્લિસિટી તથા વન કોમ્યુનિકેશન દ્વારા પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ 9 એપ્રિલ અને 10 એપ્રિલ બે દિવસ માટે ચાલનાર પ્રોપર્ટી શોમાં 30થી વધુ બિલ્ડરોએ તેમની 40થી વધુ પ્રોપર્ટી સાથે ભાગ લીધો. ગાંધીનગર મેયર હિતેશ મકવાણા દ્વારા આ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું જ્યાં ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગૌલ અને ચેરમેન જસવંત પટેલ પણ હાજર રહ્યા હતા.