અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર….
અમદાવાદ: રામનવમી અને ત્યારબાદ હનુમાન જયંતિ ઉપર દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ મુસ્લિમ કોમી વ્યમનસ્ય ફેલાવવામાં અસામાજિક તત્વો સફળ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હિંમતનગર, ખંભાત અને બરોડા બાદ અમદાવાદમાં કોમી એકતાને જોખમ રૂપ કૃત્ય અસામાજિકતત્વો દ્વારા કરવામાં આવ્યું.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ભીલવાડા પાસે મેટ્રો પીલ્લર નમ્બર 62 પાસે દુકાનોની નજદીક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બકરાના મૃત મુંડાઓ કપાયેલા હાલતમાં નાખીને જતો રહ્યો. આસપાસ ની દુકાનદારોએ વહેલી સવારે આ દ્રશ્ય જોતા એરેરાટી અનુભવી. અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો.
કપાયેલ હાલત મા બકરા ઓના મસ્તક જોવા મળતા સ્થાનિકો દ્વારા વિસ્તારના મ્યુનિસિપલ કોરપોરેટર જગદીશ રાઠોડને આ અંગે ની જાણકારી આપતા તેઓ ઘટના પર આવી ને તંત્ર ને જાણકારી આપી.
પીલ્લર નંબર ૬૨ પાસે ના સ્થાનિક વેપારી પારસમલ જૈન એ આ અંગે અમરાઈવાડી પોલિસ મા અજાણ્યા શખ્સ સામે જાહેર મા બકરા ના કપાયેલ મુંડા નાંખી જનાર સામે કાયદેસર કાર્યવાહી કરી કોમી સોહાદઁ સાથે એખલાસ બગાડનાર તત્વો સામે કાયઁવાહી કરવાની રજુઆત કરી હતી.
અમદાવાદમાં હિન્દૂ મુસ્લિમ કોમો વચ્ચે વયમનસ્ય ફેલાય તે હેતુથી આ પ્રકારની ઘટના થઈ હોય તેવી શંકા જતા. સ્થાનિક નગરસેવક એ આ મૈટૌ ની આસપાસ CCTV કેમેરા લગાવવા ની માગ કરી અજાણ્યા શખ્સો ના આ કૃત્ય ને ઉજાગર કરવા ની રજુઆત કરી હતી.