KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.

1 min read
Views: 41
0 0
Spread the love

Read Time:4 Minute, 32 Second
Views 🔥 web counter


KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ”REDUCING INEQUALITIES”માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું

કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને 28 એપ્રિલ 2022 એ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ 2022માં ‘અમસાનતાઓને ઓછી કરવાના’ સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાના વિશ્વવિદ્યાલયમાં 8મુ સ્થ।ન આપવામાં આવ્યુ છે.

વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ સિવાય, ટાઇમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડો પર સંસ્થાનો માટે કેટલાય અન્ય રેંકિંગ પ્રકાશિત કરે છે. તે પૈકીનું એક સૌથી મહત્વપૂર્ણ પ્રભાવિત શ્રેણીમાં રાખવાનું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)માં તેમના યોગદાન પર દુનિયાભરના હજારો વિશ્વવિદ્યાલયોનું મૂલ્યાંકન કરે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રો રિસર્ચ, મેનેજમેન્ટ, આઉટરીચ અને શિક્ષણમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનું આકલન કરે છે.

આ વર્ષના રેંકિંગમાં, કેઆઇઆઇટીને એસડીજીના જ એક મહત્વપૂર્ણ પેરામિટર – ‘અસમાનતાઓને ઓછી કરવા’માં તેના પ્રભાવ માટે દુનિયાભરમાં 8મુ સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યુ છે. અન્ય એસડીજીમાં 101-200ના પ્રભાવશાળી રેંક સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાંતિ, ન્યાય અને પ્રબળ સંસ્થાન તેમજ લક્ષ્યો માટે સહભાગિતામાં કેઆઇઆઇટીએ રેંકિંગમાં કુલ 201-300નું સ્થાન હાંસલ કર્યુ છે. જેમાં 106 દેશના 1500થી વધુ વિશ્વવિદ્યાલય લીસ્ટેડ(સૂચિબદ્ધ) છે. યાદીમાં માત્ર કેટલાક જ ભારતીય સંસ્થાન સામેલ છે. અને KIIT ભારતના ટોચના આઠ વિશ્વવિદ્યાલયમાંનું  એક છે. 

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રિસર્ચની સાથે, કેઆઇઆઇટી તેની સ્થાપના બાદથી જ સામાજિક વિકાસના કાર્યોમાં વ્યાપક શ્રેણીમાં સક્રિય રીતે સામેલ રહ્યુ છે. કેઆઇઆઇટી ડીમ્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક સમૂદાયનું માનવુ છે કે, ‘“કેઆઇઆઈટીએ અસમાનતાઓ ઓછી કરવાના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કામ કર્યુ છે.
પરિણામે, એસડીજીના આ પેરામિટરમાં તેને દુનિયાભરમાં 8મુ સ્થાન મળ્યુ છે.”
 
પોતાની ખુશી વ્યક્ત કરતા  KIIT Universityના સંસ્થાપક ડૉ. અચ્યુતા સામંતે કહ્યુ કે, ‘અસમાનતાઓને ઓછી કરવા’ના પેરામિટરમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી વિશ્વવિદ્યાલયોમાં કેઆઇઆઇટીની સ્થિતિ કેટલાય વર્ષોથી આ ક્ષેત્રમાં કરાયેલી મહત્વપૂર્ણ કામને ઉજાગર કરે છે.
તેમણે કુલાધિપતિ, કુલપતિ પ્રો. સસ્મિતા સામંત, કેઆઇઆઇટીના ફેકલ્ટી કર્મચારી સભ્યો અને વિદ્યાર્થીઓને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.

કેઆઇઆઇટી,ને પોતાના સમુદાય આધારિત વિશ્વવિદ્યાલય હોવા પર ગર્વ છે. સ્થાપના બાદથી જ તે શિક્ષણ, મહિલા સશક્તિકર, ગ્રામિણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઓછી કરવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં બહોળા પ્રમાણમાં યોગદાન આપી રહ્યું છે. હકીકતમાં કેઆઇઆઇટી બધા 17 એસડીજી માટે પ્રતિબદ્ધ છે અને તેના શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમ સીધા વધુમાં વધુ લક્ષ્યો સુધી પહોંચે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેેંકિંગમાં કેઆઇઆઇટીની ઉચ્ચ રેંકિંગ તેની ઉચ્ચ સામાજિક જવાબદારી અને સતત વિકાસની દિશામાં પ્રભાવશાળી યોગદાનને દર્શાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.

Spread the love

You May Also Like

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *