બેગલોર ખાતે આયોજીત ખેલો ઇન્ડીયા યુનિવર્સીટી ગેમ્સ મા ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ૨ સિલ્વર મેડલ જીત્યા

0
બેગલોર ખાતે આયોજીત ખેલો ઇન્ડીયા યુનિવર્સીટી ગેમ્સ મા ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ૨ સિલ્વર મેડલ જીત્યા
Views: 104
0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second


ગાંધીનગર: ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો. બેંગ્લોર ખાતે યોજાયેલ આ સ્પર્ધમાં ફેંસીંગ રમતમાં ફોઇલ ટીમ ઇવેન્ટમા અમરસિહ ઠાકોરે લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી નુ પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ મેળવેલ છે. તેમજ ઇપી ટીમ ઇવેન્ટમા સિધ્ધરાજસિહ સરવૈયા, હર્ષવર્ધનસિહ  ઝાલા, કરણકુમાર ભાટ અને દિવ્યરાજસિહ ગોહિલે એસ.પી. યુનિવર્સીટીનુ પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ મેળવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખેલો ઇન્ડીયા યુનિવર્સીટી ગેમ્સ મા ભાગ લેવા ગુજરાતના ૨૦ ખેલાડી ભાઇઓ-બહેનો ક્વોલીફાય થયા છે. અને  એલ.પી. યુનિવર્સીટી, એસ.પી. યુનિવર્સીટી અને એચ.એન.જી.યુ. નુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

અત્રે નોધનીય છે કે, અમરસિહ ઠાકોરે  ઓલ ઇન્ડીયા યુનિવર્સીટી ચેમ્પિયનશીપમા ૨૦૧૯-૨૦મા બ્રોન્ઝ મેડલ અને ૨૦૨૧-૨૨મા સિલ્વર મેડલ મેળવેલ છે.  આ તમામ ખેલાડીઓ મેન્ટર ભરતજી ઠાકોર અને કોચ રોશન થાપા અને અનિલકુમારના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. આ મેડલ વિજેતા તમામ ખેલાડીઓ, કોચીઝ અને ફેન્સીગની સમગ્ર ટીમને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મંત્રી ભરતજી ઠાકોર દ્વારા અભિનંદન પાઠવેલ છે.

બેગલોર ખાતે આયોજીત ખેલો ઇન્ડીયા યુનિવર્સીટી ગેમ્સ મા ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ૨ સિલ્વર મેડલ જીત્યા
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed