અમદાવાદ: પોતાની પડતર માંગણીઓને લઈને અવારનવાર સરકાર અને આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત બાદ પણ માંગણીઓ ના સંતોષતા બી.જે.મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટર્સ દ્વારા હળતાળનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે હડતાળના બીજા દિવસે ડોકટર્સ વધુ આક્રમક બન્યા અને ઇમરજન્સી સેવાઓનો પણ બહિષ્કાર કર્યા છે. જુનિયર ડોકટર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે બી.જે મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના જુનિયર ડોક્ટર અશોસીયેશન તેમજ ગુજરાતની બીજી ગવર્મેન્ટ મેડિકલ કોલેજના રીપ્રેઝન્ટેટિવ આપના મીડિયા દ્વારા ગુજરાતની જનતાને જણાવવા માગીએ છીએ કે અમો છેલ્લા એક વર્ષથી આરોગ્ય વિભાગમાં અમારે બોન્ડને સિનિયર રેસિડેન્સીમાં ગણવા બાબતે રજૂઆત કરેલ છે. ત્રણ વર્ષની રેસિડેન્સીના ૩૬ મહિનામાં થી 17 મહિના કોવિડ મહામારી માં કામ કરેલ છે અમે 2019 માં એમ. ડી /એમ. એસ રેસિડેન્સીમાં પ્રવેશ મેળવેલ છે. માર્ચ 2020 થી કોવીડ ચાલુ થયેલ છે ત્યારથી આજ દિવસ સુધી અમે લોકોએ ગુજરાતની દરેક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી સિવિલ હોસ્પિટલમાં સેવા આપેલ છે ,અને કોવીડ ની ત્રયેય વેવ માં જીવ ના જોખમે ડ્યુટી કરેલ છે . આ દરમિયાન અમોને એકેડમીક નુકસાન પણ થયેલ છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અમો જૂનીયર ડોક્ટર એસોસિયશન ની માંગ છે કે અમારા એક વર્ષના બોન્ડ ને સિનિયર રેસિડેન્સીમાં ગણી લેવામાં આવે . અત્યારે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરની 3 batch એટલે કે R 1,R2,R3 ની જગ્યાએ ફક્ત બે જ batch કાર્યરત છે અને જેમાંથી એક batch 2022 ની પ્રવેશ પ્રક્રિયા એક મહિના પહેલાં જ પૂર્ણ થયેલ છે તેથી તેઓ unexperienced છે. 2020 માં પ્રવેશ મેળવેલ batch પર ભારણ વધારે છે અને આ batch એ પણ કોવીડ મા કામ કરેલ છે. જો અત્યારે પાસ આઉટ વિદ્યાર્થી ની સિનિયર રેસીડેન્સી બોર્ડ માં ગણવામાં આવે તો વધુ માત્રામાં ગવર્મેન્ટ ને specialised ડોક્ટર મળી શકે છે જે એમડી /એસ ડોક્ટર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સેવા આપી શકે છે. તેમજ તેઓને ડેપ્યુટેશન દ્વારા જરૂરી જગ્યાએ મોકલી શકાય તેથી પેરિફેરી માં પણ qualified ડોક્ટર મળી શકે અને જનતાને પણ લાભ થાય અને મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં એમડી/એમએસ ડૉક્ટરની ઉણપ છે તે પૂરી થઇ શકે. આ જ પ્રકારનું decision અગાઉ પણ થયેલ છે જેથી પેરિફેરી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના દર્દીઓ તેમજ ડોકટરોને ફાયદો થયેલ છે. આ બાબતની રજૂઆત છેલ્લા એક વર્ષથી ચાલુ છે ગત વર્ષે અમોને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 2019 અને 2020 ની બેચ માટે એક કમિટીની રચના કરવામાં આવશે . અમો ઓલ ગુજરાત JDA ફેબ્રુઆરી માસથી ચીફ મિનિસ્ટર, હેલ્થ મિનિસ્ટર, હેલ્થ કમિશનર તથા ACS તેમજ કોલેજના ડીન, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીજી ડિરેક્ટર ને પત્ર મોકલાવેલ છે તેમજ રૂબરૂ માં પણ રજૂઆત કરેલ છે તેના જવાબમાં ચીફ મિનિસ્ટર, હેલ્થમિનિસ્ટર, ડીન, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીજી ડિરેક્ટરે લેખિતમાં પોઝિટિવ રિસ્પોન્સ આપેલ છે. તાજેતરમાં જ હેલ્થ મિનિસ્ટર સાહેબના એસીએસ પ્રતીનો પત્ર મળેલ છે. તેમાં સાહેબશ્રી એ અમારી રજૂઆત ને યોગ્ય ગણી અમારી કોવિડ મહામારીમાં મહત્ત્વપૂર્ણ કામગીરી બદલ અમારી બોન્ડને સિનિયર રેસીડેન્સી માં ગણવામાં આવે. હેલ્થ મિનિસ્ટર સાહેબના આદેશ હોવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી તેથી ગુજરાતના તમામ જુનિયર ડૉક્ટરમાં અસંતોષની લાગણી છે. જો આગામી દિવસોમાં અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે લોકો વધુ જલદ વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બનીશું .
અમદાવાદ ડોકટર્સ હડતાળ! પડતર મંગણીઓને લઈને હડતાળ, આજથી ઇમરજન્સી સેવાઓ પણ બંધ…
Read Time:5 Minute, 15 Second