Read Time:53 Second
૧૦૮ દિવાની આરતી કરી માતાજીની પૂજા કરી
અમદાવાદ: ૧૮’૦૬’૨૦૨૨
સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં ડૉક્ટર ની હડતાલ સતત ચોથા દિવસે યથાવત્ રહી તથા ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સકારાત્મક જવાબ આપવામાં આવેલ નથી તથા હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે પણ કોઈ પણ પ્રકારની વાતચીત થયેલ નથી. તેથી જુનિયર ડોક્ટર ની હડતાલ ચાલુ રહેશે તેના ભાગરૂપે આજે 18 જૂન સાંજે 07:00 વાગે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને પડતર માંગણીઓની લડત માટે માતાજી આશીર્વાદ લીધા.