બે મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ
ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ ખીણ માં પડતા સંપર્ક તૂટયો હોવાની વાત સામે આવી રહી છે.
સુરત: ૦૯’૦૭’૨૦૨૨,શનિવાર
સુરત શહેરની મહિલાઓની એક ખાનગી બસમાં ડાંગ સાપુતારા પ્રવાસ દરમ્યાન સાપુતારા પાસે માલેગાંવ ખીણમાં ખાબકતા ચકચાર મચી ગઇ. રાજ્યના પ્રવાસન મંત્રી પુરણેશ મોદીએ વ્હોટ્સએપ વોઇસ માહિતી આપવાની સાથે તમામ કાર્યકરોને મુસાફરોની મદદ માટે પહોંચવાની અપીલ કરી.
ઘટનાની જાણ થતા પોલીસ અને રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર સવારે ૫૦થી વધુ મહિલાઓને લઈને બસ સાપુતારા પ્રવાસે આવી હતી. જો કે, સાંજે પરત સુરત ફરતી વખતે બસ માલેગાવ ઘાટ પાસે ખીણમાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને 108માં હોસ્પિટલ ખસેડાયા છે. ખાનગી બસ સાથે અકસ્માત થતા સ્થાનિકો બચાવ કામગીરીમાં દોડી આવ્યાં હતા. અકસ્માત થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દુર્ઘટનામાં ઇજા પામેલા લોકોને સાપુતારા તેમજ સામગહાંન હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યાં છે.