ગાંધીનગર:૧૦’૦૭’૨૦૨૨, રવિવાર
માર્ચ 2022માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં શાળાના ચમકેલા તારલાઓ માટે ઈનામ વિતરણ તેમજ સન્માન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ધોરણ 10, 12 (સામાન્ય પ્રવાહ) તેમજ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં શાળામાં પ્રથમ ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થીઓ, પ્રથમ ત્રણ નંબર મેળવેલ બહેનો તેમજ દરેક વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.
ધોરણ 10માં પ્રથમ ક્રમે કેતન ભરતભાઈ રાવળ આવેલ. જેમણે 99.87 PR તેમજ 95.50% મેળવેલ. ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં પ્રથમ ક્રમે કિરણ અનિલભાઈ પટેલ આવેલ. જેમણે 99.95 PR તેમજ 94.00% મેળવેલ. ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં પ્રથમ ક્રમે કેના હસમુખભાઈ જોષી આવેલ. જેમણે 99.47 PR તેમજ 95.66% મેળવેલ.
કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી શ્રી રામચંદ્રભાઈ કડિયાએ આશીર્વચન આપેલ. શાળાના પ્રધાનાચાર્ય શ્રી દેવેન્દ્રભાઈ, સહપ્રધાનાચાર્ય શ્રી જીગ્નેશભાઈ સોની, ત્રણેય વિભાગના સુપરવાઈઝરશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.
વિશેષમાં જે શિક્ષકોએ પોતાના વિષયમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે, મંડળે તે શિક્ષકોને પણ સન્માનિત કરેલ.