બે પોલીસકર્મીએ રૂપિયા ૧૦લાખની ખંડણી માંગી
સરદારનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી
અમદાવાદ: ૦૨’૦૯’૨૦૨૨
ભલે રાજ્યમાં દારૂબંધીની મોટી મોટી વાતો થતી હોય. પણ ગાંધીના ગુજરાતમાં થઈ રહ્યું છે ગાંધી વિચારનું અવમૂલ્યન. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દારૂનો ધંધો બંધ કરી દેનાર એક શખ્સને ફરીથી દારૂનો ધંધો શરૂ કરી, રૂપિયા આપવા દબાણ કરી પોલીસે ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી 10 લાખની ખંડણી માગી હેરાન કરતા હોવાની અરજી કોર્ટમાં કરી હતી. કોર્ટે આ મામલે ફરિયાદ નોંધાવાનું કહેતા સરદારનગર પોલીસે તેમના જ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી સહિત સાત જણાં વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
સરદારનગર વિસ્તારમાં રહેતા સુધીરભાઈએ દારૂનો વેપાર બંધ કરી દીધો હતો. જોકે સરદારનગરના પોલીસકર્મી સંદિપસિંહ અને પ્રદીપસિંહ ફરી વખત દારૂનો વેપલો ચાલુ કરી રૂપિયા આપવા દબાણ કરતા હતા. આ મામલે સુધીરભાઈના દીકરા પ્રશાંત તમાઈએ કોર્ટમાં અરજી કરતા કોર્ટે સરદારનગર પોલીસના અનિલ કામ્બલે, પોલીસ કોન્સ્ટેબલ રાજુ અને તેની સાથેના પાંચ જણાં વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.