Tesla Company: ગુજરાતનો એક યુવા વિધાર્થીએ હાલમાં અમેરિકામાં ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર બન્યો છે
અમદાવાદ: ૦૨’૦૯’૨૦૨૨
ગુજરાતના યુવા વિધાર્થીઓ હવે વિદેશની નામી કંપનીઓમાં નોકરી મેળવી પોતાના પરિવારની સાથે ગુજરાતનું પણ નામ રોશન કરી રહ્યા છે. આવો જ એક યુવા વિધાર્થીએ હાલમાં અમેરિકામાં ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર બન્યો છે. અમદાવાદની એચ.બી કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરી આ વિદ્યાર્થીએ અમદાવાદમાં જ મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસકર્યો. ત્યાર બાદ અમદાવાદમાં જ ખાનગી કંપનીમાં ટેક્નિકલ ટીમમાં દોઢ વર્ષ સુધી નોકરી કરી હાલ તેને ટેસ્લા કંપનીમાંથી જોબ ઓફર મળતા તે અમેરિકા પહોંચ્યો છે.
સમગ્ર વિશ્વમાં લક્ઝુરિયસ કાર બનાવતી ટેસ્લા કંપનીનું નામ જાણીતું છે. આવી કંપનીમાં નોકરી મળવી તે સિદ્ધિથી કમ નથી. આ જોબ મેળવી છે અમદાવાદના યુવા એન્જીનિયરએ. અમદાવાદની અચે.બી કાપડિયા સ્કૂલમાંથી ભણીને નીકળેલો અને અમદાવાદમાંથી જ મિકેનિકલ એન્જિનિયરિંગ કરી અનંત કાલકર આજે USAની ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર તરીકે નિમણૂક થયો છે.
અનંત પોતે માસ્ટર ડિગ્રી મેળવવા USA ગયો હતો. તેની સાથે ટેસ્લા કંપનીમાં ઇન્ટર્નશીપ કરી અને તેમાંથી જ તેના કામની નોંધ લેવાઈ. USAની કંપનીએ અમદાવાદના યુવકની પસંદગી કરી છે. હાલ તે ટેસ્લા કંપનીમાં USAમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર બન્યો છે. અનંત મૂળ મહારાષ્ટ્રનો વતની છે પરંતુ તેનો જન્મ અમદાવાદમાં જ થયો છે. અનંતના પિતા અમદાવાદમાં જ ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે જ્યારે તેની માતા પણ ખાનગી કંપનીના માર્કેટિંગ વિભાગમાં કામ કરી રહ્યા છે.
અનંતના પરિવારનું કહેવું છે કે, અનંત શરૂઆતથી ભણવામાં હોશિયાર હતો. ધોરણ 8થી 12 સુધીનો અભ્યાસ મેમનગર ખાતેની એચ.બી કાપડિયા હાઈસ્કૂલમાં કર્યો હતો. જે બાદ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નિલોજીમાં મિકેનિકલ એન્જિનયરિંગ કર્યું હતું. જે બાદ અમદાવાદમાં સીટીઝન કંપનીમાં ટેક્નિકલ ટીમમાં 1.5 વર્ષ સુધી નોકરી કરી હતી. અનંતએ 2020માં સપ્ટેમ્બર મહિનામાં USA માસ્ટરના અભ્યાસ માટે ગયો હતો. માસ્ટરના અભ્યાસ સાથે અનંતે ટેસ્લા કંપનીમાં ઇન્ટર્નશીપ ચાલુ કરી હતી.
તેણે સપ્ટેમ્બર 2021થી ઇન્ટરનશીપ ચાલુ કરી હતી. જેમાં તે ઘણું શીખ્યો હતો. ટેસ્લા કંપનીની કારના ડોર સપ્લાયરમાં ક્વોલીટી માટે અનંતે ખૂબ મહત્વની જવાબદારી નિભાવી હતી. તેની આ મહેનતની કંપનીને સારી રીતે નોંધ લીધી હતી. તેનો માસ્ટરનો અભ્યાસ પૂરો થતા અનંત ટેસ્લા કંપનીમાં જ ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર તરીકે જોડાયો છે. તેનું કહેવું છે કે તેને મિકેનિકલમાં રસ હતો જેથી અભ્યાસ કરીને ફરીથી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું છે. કંપનીમાં ઘણી મહત્વની જવાબદારી નિભવવાની તેની ઈચ્છા છે.