5×5 નો ફાઇનલ મેચમાં રસાકસી બાદ તમિલનાડુ રનર્સ અપ
ભાવનગર: ૦૬’૧’૨૦૨૨
નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગરમાં બાસ્કેટબોલ ની 5×5 સ્પર્ધામાં મહિલા વર્ગમાં ખૂબ જ રસાકસી બાદ તેલંગાણા ની ટીમ નો વિજય થયો હતો તેમજ તમિલનાડુની ટીમ રનર્સ અપ રહી હતી
નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં 5×5 માં મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની ટીમો એ ભાગ લીધો હતો.જેમાં 5×5 ના ફાઇનલ મેચમાં તેલંગાણા સામે તમિલનાડુનો રોમાંચકને મેચ યોજાયો હતો જેમાં તેલંગાણા ની ટીમે 67 પોઇન્ટ તથા કેરળની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા. આથી તેલંગાણા ની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો તેમજ તમિલનાડુની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલું હતું. તમિલનાડુની ટીમે પહેલા ક્વાર્ટર માં લીડ મેળવી હતી પરંતુ બીજી ક્વાર્ટર અને ચોથું ક્વાર્ટરમાં તેલંગણાની ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેલંગાણા ની મહિલા વર્ગની ટીમે 3×3 અને 5×5 એમ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે કેરળની થઈને ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.