ગુજરાત રાજ્યની 14મી વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થશે! જાહેર થઈ ચૂંટણીની તારીખ

ગુજરાત રાજ્યની 14મી વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થશે! જાહેર થઈ ચૂંટણીની તારીખ

0 0
Spread the love

Read Time:6 Minute, 44 Second
ગુજરાત રાજ્યની 14મી વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થશે! જાહેર થઈ ચૂંટણીની તારીખ

ગુજરાતમાં 1 અને 5 ડીસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી : સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોનું પ્રથમ તબક્કામાં મતદાન

► 182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ

► 4.9 કરોડ મતદારો-8.89 લાખ 80 વર્ષથી વધુની વયના મતદારો-ઘેર બેઠા મતદાન કરી શકશે : 4.26 લાખ યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

નવી દિલ્હી,: ૦૩’૧૧’૨૦૨૨
સમગ્ર દેશનું ધ્યાન ખેંચી રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગામી તા. 1 અને 5 ડીસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે અને તા. 8 ડીસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આજે દિલ્હીમાં મુખ્ય કમિશનર શ્રી રાજીવકુમાર દ્વારા રાજ્યના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે જ રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરુ થઇ ગયો છે. 2017ની ફોર્મ્યુલાથી થોડુક અલગ રીતે રાજ્યમાં ડીસેમ્બરના પ્રથમ દિવસે એટલે કે તા. 1 ડીસેમ્બરે પ્રથમ તબક્કાનું અને તા. 5 ડીસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.

► પ્રથમ તબક્કા માટે તા. 5 નવેમ્બરે જાહેરનામુ: તા. 14 સુધી ફોર્મ ભરી શકાશે : બીજા તબક્કા માટે તા. 10 નવેમ્બરે જાહેરનામુ અને 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

પ્રથમ તબક્કા માટે તા. 5 નવેમ્બરના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવશે અને તે દિવસથી જ ફોર્મ ભરવાનું શરુ થશે. જ્યારે બીજા તબક્કા માટે 10 નવેમ્બરે જાહેરનામુ બહાર પડશે અને તેનું મતદાન 5 ડીસેમ્બરે યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં જ તા. 1 ડીસેમ્બરના રોજ મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશની સાથે જ તા. 8 ડીસેમ્બરે રાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં આ સાથે 14 ડીસેમ્બર પહેલા નવી સરકારની રચના થઇ જશે. લાંબા સમયના ઇંતેજાર અને ઉત્તેજના બાદ આજે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી અને જણાવાયું કે આ ચૂંટણીમાં 4.9 કરોડ મતદાતાઓ માટે 51,000થી વધુ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

► બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે મતદાન : તા. 8 ડીસેમ્બરના હિમાચલ સાથે જ મતગણતરી

ગુજરાતમાં 2017માં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઇ હતી અને 14 નવેમ્બરે પ્રથમ તબક્કા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું કે જણાવ્યું કે રાજ્યમાં પ્રથમ વખત 3.24 લાખ મતદારો ફર્સ્ટ ટાઈમ વોટર હશે જ્યારે ત્રિકોણીય જંગમાં મતદાન સમયે 142 મોડલ પોલીંગ સ્ટેશન બનાવવામાં આવશે જ્યારે 1274 મતદાન મથકો પર ફક્ત મહિલા કર્મચારીઓ અને મહિલા સુરક્ષા કર્મી જ મતદાનની કાર્યવાહી કરાવશે. જ્યારે 80 વર્ષથી ઉપરના બુઝુર્ગ અને 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે વોટ ફ્રોમ હોમની સુવિધા મળશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાનો અમલ શરુ થઇ ગયો છે અને આજથી રાજ્યનું વહીવટી તંત્ર ચૂંટણી પંચને હવાલે થઇ ગયું છે.

ચૂંટણીમાં 9.87 લાખ મતદારો માટે ‘વોટ ફ્રોમ હોમ’ની સુવિધા
80 વર્ષથી ઉપરના મતદારો અને દિવ્યાંગ કેટેગરીમાં 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે સુવિધા
ચૂંટણી પંચે આજે ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો તેમાં હિમાચલ પ્રદેશની માફક જ રાજ્યમાં 80 વર્ષથી ઉપરના મતદારો માટે તેઓ ઘરેથી જ મતદાન કરી શકે તેવી સુવિધા આપવા ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ગુજરાતમાં 9.87 લાખ મતદારો આ કેટેગરીમાં આવે છે અને તેમાંથી જે મતદારો અગાઉથી નોંધણી કરાવશે તેમને વોટ ફ્રોમ હોમ એટલે કે ઘરેથી જ મતદાન કરી શકે તેવી સુવિધા અપાશે. ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ ઉપરાંત આગામી સમયની ચૂંટણીમાં આ પ્રકારની સુવિધા આપવાની તૈયારી કરવામાં આવી છે.આ કેટેગરીમાં દિવ્યાંગ મતદારોમાં જેને 40 ટકાથી વધારે દિવ્યાંગતા હોય તેને પણ વોટ ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે અને આ માટે તેઓએ 12-ડી ફોર્મ ભરવાનું રહેશે.
► 142 મોડલ મતદાન મથકો; 1274નું મહિલાઓને તથા 33 મથકોનું યુવા કર્મચારીઓને સંચાલન

ચૂંટણી કાર્યક્રમ
– પ્રથમ તબકકાનું જાહેરનામુ 4 નવેમ્બર
બીજા તબકકાનું જાહેરનામુ 10 નવેમ્બર

– પ્રથમ તબકકામાં 14 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે
બીજા તબકકામાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે

– પ્રથમ તબકકામાં ફોર્મ ચકાસણી 15 નવેમ્બર
બીજા તબકકામાં ફોર્મ ચકાસણી 18 નવેમ્બર

– પ્રથમ તબકાના ફોર્મ પાછા ખેંચવાની તારીખ 17 નવેમ્બર
બીજા તબકકાના ફોર્મ પાછા ખેંચવાની તારીખ 21 નવેમ્બર

– પ્રથમ તબકકાનું મતદાન 1 ડિસેમ્બર
બીજા તબકકાનું મતદાન 5 ડિસેમ્બર

– મત ગણતરી – 8 ડિસેમ્બર

પ્રથમ તબક્કાની ચૂંટણી મતદાનમાં ક્યા-ક્યા જીલ્લા ?
કચ્છ
મોરબી
સુરેન્દ્રનગર
જામનગર
રાજકોટ
જુનાગઢ
ભાવનગર
બોટાદ
દ્વારકા
પોરબંદર
ગીર સોમનાથ
અમરેલી
વલસાડ
નવસારી
ભરૂચ
નર્મદા
સુરત
તાપી
ડાંગ

બીજા તબક્કાની ચૂંટણી મતદાનમાં ક્યા-ક્યા જીલ્લા ?
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
અમદાવાદ
ખેડા
આણંદ
છોટા ઉદેપુર
દાહોદ
સાબરકાંઠા
અરવલ્લી
ગાંધીનગર
પંચમહાલ
મહીસાગર
વડોદરા

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

મુખ્ય નિર્વાચન અધિકારીનું ‘અવસર લોકશાહીનો’ અભિયાન! નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ :  આજથી ‘અવસર રથ’ ફરશે

જામનગરને ગુન્હાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપતાઃ પરિમલ નથવાણી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.