Read Time:1 Minute, 19 Second
અમદાવાદ: 06’11’2022
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાતભર પોલીસકર્મીઓ વાહન ચેકીંગ અને ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ સંકલિત નગરમાં 39 વર્ષીય વસીમ નામના વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ.
ગુજસીટોકના આરોપી સુલતાન ખાન હાલ જેલમાં છે પરંતુ તેના ભત્રીજા સમીર ઉર્ફે પેન્ડિ અને અન્ય ત્રણ આરોપીઓએ જુહાપુરામાં દહેશતનો માહોલ સર્જી નાખ્યો. સંકલીતનગર પાસે મોડી રાત્રે ત્રણ વાગ્યા ના સમયે સમીર ઉર્ફે પેન્ડિ અને અન્ય ત્રણ સાથીઓએ વસીમ ઉપર છરીથી હુમલો કરી વસીમની હત્યા કરી ફરાર થઇ ગયા.
હત્યારા સમીર ઉર્ફે પેન્ડિ અને તેના ત્રણ સાથીઓને પકડવા વેજલપુર પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે પ્રાથમિક માહિતીમાં હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની જાણ થઈ છે.