કોંગ્રેસ ચૂંટણી પંચને કરશે ફરિયાદ
ત્રણ વર્ષથી વધુ સમય થતા ચૂંટણીમાં બદલીઓ કરવાની વ્યવસ્થા
અમદાવાદ: 06’11’2022
વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં પોલીસ વિભાગમાં સંખ્યા બંધ બદલીઓ થઈ પણ શું આપ જાણો છે કે આ બદલીઓ માત્ર લીપાપોથી લાગી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે.
ચૂંટણીની જાહેરાત પહેલા કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ ના થતા ચર્ચાએ ઝોર પકડ્યું છે કે શું ચૂંટણીમાં સ્થાનિક નેતાઓને લાભ અપાવવા માટેનું આયોજન થયું છે કે શું.?
એક તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાજકીય પક્ષના હાથો બની રહ્યા નો અને ચૂંટણીમાં મતદારો પર દબાણ લાવે તેવી આશંકા થઈ રહી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ ના થતા પણ અનેક અટકળો થઈ રહી છે.
સ્થાનિક રાજકીય નેતા, બુટલેગરો અને દબંગો સાથે મિલીભગત હોવાના કારણે વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા પોલીસકર્મીઓની બદલીઓ થઈ નથી ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ સહિત દબંગોનું મતદારો ઉપર દબાણ રહેશે તે નોંધનીય છે.
સમગ્ર બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા સરકારી વહીવટી વિભાગને આદેશ કરવામાં આવે છે કે ત્રણ વર્ષથી વધુ એક જ જગ્યા પર નોંકરી કરતા કર્મચારીઓની બદલીઓ થાય પણ જાણે વહીવટી વિભાગ ચૂંટણી પંચના આદેશને ઘોળીને પી ગયું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની બદલીઓ બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે