અમદાવાદ : 06’11’2022
ચૂંટણી ટાણે ટીકિટો જાહેર થતાં જ કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. કડીમાં સેનમા સમાજને ટિકિટ આપવામાં આવે તેની માંગ સાથે સ્થાનિક આગેવાન બાબુલાલ અને તેમના સમર્થકો અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસે પહોંચ્યાં છે. કડીમાં 18 હજાર જેટલા મત સેનમા સમાજના છે અને તેમને નેતૃત્વ કરવા દેવાય તેવી માંગ કરવામાં આવી છે. કડીની ટિકિટ પર સંભવિત ઉમેદવાર પ્રવીણ પરમારના નામનો વિરોધ છે. બેનરો સાથે પોતાની માંગ સાથે બાબુલાલ રાવત સમર્થકો સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. હાલમાં કોંગ્રેસ ઉમેદવાર બદલે તેવા સુત્રોચ્ચાર થઈ રહ્યા છે.
માણાવદર કોંગ્રેસમાં 28 કાર્યકરોનું રાજીનામું
માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણીને ઉમેદવાર જાહેર કરતાં પાર્ટીના અન્ય કાર્યકરોમાં રોષ છે. જેમાં વંથલી શહેર, તાલુકા, લઘુમતી મોરચો, એસસી, એસટી મોરચો, નગરપાલિકાના સદસ્યોએ વિરોધ નોંધાવી તમામે રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના 28 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું ધરી દીધું હતું જેને લઈ માણાવદરના રાજકારણમાં ગરમાવો છે.