આજે 7મી નવેમ્બર એટલે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દીવસ! જાણો કેન્સરની કહાની

0
<strong>આજે 7મી નવેમ્બર એટલે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દીવસ! જાણો કેન્સરની કહાની</strong>
Views: 262
1 1
Spread the love

Read Time:4 Minute, 36 Second
<strong>આજે 7મી નવેમ્બર એટલે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દીવસ! જાણો કેન્સરની કહાની</strong>

અમદાવાદ: 07’11’2022
7મી નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ એ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરી ની જન્મજયંતિ સાથે એકરુપ થાય છે. 1867માં વોર્સો, પોલેન્ડમાં જન્મેલી મેરી ક્યુરીને આ દિવસે રેડિયમ અને પોલોનિયમની શોધ કરવા બદલ યાદ કરવામાં આવે છે. જેના કારણે કૅન્સર ની સારવાર માં ન્યુક્લિયર એનર્જી અને રેડિયોથેરાપીનો વિકાસ થયો.

જેના ભાગ રૂપે ભારતના સૌથી મોટા કેન્સર કેર નેટવર્કમાંથી એક એવા એચ.સી.જી. કેન્સર સેન્ટર, અમદાવાદ, વડોદરા, જયપુર અને એચ.સી.જી. હોસ્પિટલ્સ, રાજકોટ, ભાવનગર દ્વારા કૅન્સર ની પ્રારંભિક તપાસ, કેન્સર પેદા કરતી જીવનશૈલી અને તેના ચિહ્નો અને શરુઆતના લક્ષણો અંગે જાહેર જનતાને જાગૃત કરવામાં આવ્યા.

એચ સી જી  કેન્સર સેન્ટર, અમદાવાદના ડિરેક્ટર અને હેડ એન્ડ નેક કેન્સર વિભાગના વડા ડૉ. રાજેન્દ્ર ટોપરાની જણાવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ 1.1 મિલિયન નવા કેસ નોંધાઈ રહ્યા છે. તમાકુ (ધૂમ્રપાન અને ધૂમ્રપાન રહિત) 2018 માં પુરુષો અને સ્ત્રીઓમાં 3,17,928 મૃત્યુ માટે જવાબદાર હિસ્સો હતો.
ઓરલ કેવિટી અને ફેફસાંના કેન્સર પુરૂષોમાં કેન્સરથી થતા મૃત્યુમાં 25% અને સ્તન અને ઓરલ કેવિટી સ્ત્રીઓમાં કેન્સર થી થતા મૃત્યુમાં 25% નો ભાગ ભજવે છે.

ભારતમાં સ્તન કેન્સરનું નિદાન થયેલ દર 2 મહિલાઓ પૈકી એક મહિલા અને દર 8 મિનિટે સર્વાઇકલ કેન્સરથી એક મહિલા મૃત્યુ પામે છે. ભારતમાં, રોકી શકાય તેવા પરિબળો 70% કેન્સર માટે જવાબદાર છે જેમાંથી 40% તમાકુ સંબંધિત છે, 20% ચેપ-સંબંધિત અને 10% જીવનશૈલી/અન્ય પરિબળો જેવા કે આલ્કોહોલ, ડ્રગનો ઉપયોગ, ખરાબ આહાર, સ્થૂળતા, પ્રદૂષણ છે અને અસુરક્ષિત સેકસ એ સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે.

ફેફસાના કેન્સરનું ઊંચું જોખમ તમાકુના ઉપયોગ અને હવા પ્રદૂષણ ને કારણે છે. ભારતમાં, કેન્સર હૃદયરોગ પછી બીજા નંબરનું સૌથી મોટું કિલર છે અને તમાકુનો ઉપયોગ 14 પ્રકારના કેન્સર માટે જવાબદાર પરિબળ છે. કેન્સરનો ઉચ્ચ પ્રમાણ માં કૌટુંબિક ઈતિહાસ ધરાવતા દર્દીઓમાં અમુક આનુવંશિક પરીક્ષણો પણ મદદરૂપ થાય છે.

લગભગ 70% કેન્સર પ્રારંભિક/અંત ના તબક્કામાં મળી આવે છે. ભારતમાં જાગૃતિના અભાવ, નિરક્ષરતા, ડર અને નિષેધને કારણે દર્દીઓના જીવિત રહેવાની તકો ઘટી જાય છે.

જો કેન્સરનું વહેલાસર નિદાન કરવામાં આવે તો, વધુ સારા પરિણામ ખુબજ ઓછા દરે ઇલાજ / કેન્સરની સારવાર કરી શકાય છે. જ્યારે કૅન્સર નું પ્રારંભિક તબક્કે નિદાન થાય છે, વધુ સારું પરિણામ મેળવી મૃત્યુદર ઘટાડી શકાય છે. આપણે 45 – 50 વર્ષની ઉંમર પછી તપાસ કરાવીને, નિવારણ અને પ્રારંભિક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કૅન્સર ને પ્રારંભીક તબક્કામાં પકડવા અને તેના નિવારણ માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

સામાન્ય વસ્તી માટે કૅન્સર સ્ક્રીનીંગમાં નિષ્ણાતો દ્વારા તપાસ, સામાન્ય ટેસ્ટ જેવા કે લોહી, પેશાબ, સ્ટૂલ, ચેસ્ટ એક્સરે, ગરદનની સોનોગ્રાફી અને પેપ સ્મીયર, મેમોગ્રાફી અને કોલોનોસ્કોપી કરવામાં આવે છે. આ તમામ સુવિધાઓ અગ્રણી એચ.સી.જી. કૅન્સર સેન્ટરમાં ઉપલબ્ધ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed