દિલ્હી: 07’11’2022
જાન્યુઆરી 2019માં મોદી સરકાર બંધારણમાં 103મો સુધારો લાવી હતી. આ અંતર્ગત આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી. પાંચમાંથી ચાર જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટની કારણ યાદી અનુસાર, CJI યુયુ લલિત અને જસ્ટિસ દિનેશ મહેશ્વરી સાથે મળીને ચુકાદો સંભળાવશે. જ્યારે, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ જે.બી. પારડીવાલા અલગથી ચુકાદો સંભળાવશે.
જાન્યુઆરી 2019માં 103મા બંધારણીય સુધારા હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં EWS આરક્ષણ અમલમાં આવ્યું હતું. તમિલનાડુની શાસન પાર્ટી ડીએમકે સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આને પડકારી હતી.
કેન્દ્ર સરકારની દલીલ અમે 50% બેરીયર તોડ્યો નથી
કેન્દ્ર તરફથી હાજર રહેલા તત્કાલીન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સરકારે અનામતનો 50% બેરિયર તોડ્યો નથી. તેમણે કહ્યું હતું- 1992માં સુપ્રીમ કોર્ટે પોતે નિર્ણય કર્યો હતો કે અનામત 50%થી વધુ ન આપવું જોઈએ જેથી બાકીની 50% બેઠકો સામાન્ય વર્ગના લોકો માટે બચી રહે. આ આરક્ષણ માત્ર 50%માં આવતા સામાન્ય વર્ગના લોકો માટે છે. આ બાકીના 50% બ્લોકને ડિસ્ટર્બ કરશે નહીં.
27મી સપ્ટેમ્બરે કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો
ખંડપીઠે સાડા છ દિવસ સુધી આ મામલાની સુનાવણી કર્યા બાદ 27 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. CJI લલિત 8મી નવેમ્બરે એટલે કે મંગળવારે નિવૃત્ત થઈ રહ્યા છે. અગાઉ 5 ઓગસ્ટ, 2020 ના રોજ, તત્કાલિન CJI એસએ બોબડેની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ મામલાને બંધારણીય બેંચને સોંપવામાં આવ્યો હતો. CJI UU લલિતની આગેવાની હેઠળની બેન્ચે અન્ય કેટલીક મહત્વપૂર્ણ બાબતોની સાથે આ મામલાની સુનાવણી કરી હતી.
જાણો EWS ક્વોટા શું છે?
જાન્યુઆરી 2019માં મોદી સરકાર બંધારણમાં 103મો સુધારો લાવી હતી. આ અંતર્ગત આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
કાયદા મુજબ, અનામત મર્યાદા 50 ટકાથી વધુ ન હોવી જોઈએ. હાલમાં દેશભરમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે અનામત મળે છે તે માત્ર 50 ટકાની મર્યાદામાં જ ઉપલબ્ધ છે. પરંતુ સામાન્ય શ્રેણીનો 10 ટકા ક્વોટા આ 50 ટકાની મર્યાદાની બહાર છે.