Read Time:1 Minute, 17 Second

સાણંદ, હિંમતનગર, અસલાલી, કઠલાલમાં સાયલેન્સરની ચોરી
અમદાવાદ: 07’11’2022
ઈકો ગાડીના સાયલેંસરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી બીજા અન ડિટેકટેડ પાંચ ગુનાઓને ડીટેક્ટ કરી અમદાવાદ પી.સી.બી.એ આરોપીની ઝડપી પાડ્યો છે. પી.સી.બી. ની ટીમ અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ચોક્કસ માહિતી મળી કે, “ ગુજરાત રાજ્યમાં ઈકો ગાડીના સાયલેંસર ચોરી કરતી ગેંગનો એક ઈસમ કે જે સાણંદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં ધરપકડ ટાળવા નાસતો ફરે છે અને હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે.
ચોક્કસ માહિતીના આધારે પી.સી.બી. ની ટીમ દ્વારા ઓઢવ રોડ ઉપર આવેલા રહેમતનગર પાસેથી સાજીદ મલેક ઉર્ફે એકડને ઝડપી પાડ્યો. મૂળ ધોળકાના રહેવાસી સાજીદ મલેકે અત્યાર સુધી અમદાવાદના અસલાલી, સાણંદ, કઠલાલ, અને હિંમતનગર વિસ્તારમાં ઇકો કારના સાયલેન્સરની ચોરીના પાંચ જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે.