૧૬ વર્ષ ના લાંબા જનવાદી આંદોલનોના અનુભવે તેઓ ક્યાં પક્ષ ઉપર પસંદગી ઊતારશે.
અમદાવાદ: 07’11’2022
સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીની ચારેકોર ચર્ચાઓ છે.ત્યારે સોસિયલ મિડિયા ઉપર રોમેલ સુતરિયા એ એક પોસ્ટ લખી છે જે ચોક્કસ તેઓની રાજકારણમાં પ્રવેશ કરવાનો ઈશારો દર્શાવ્યો છે તેમના લખાણ ના શબ્દો હતા કે “૧૭ વર્ષની વયે શરૂ કરેલી કર્મશીલતાની સફરને ૧૬ વર્ષ થયા હવે સક્રિય રાજકારણની સફર કરીએ?” આમ રોમેલ સુતરિયા દ્વારા પ્રશ્નાર્થ ની શૈલીમાં લખાયેલી આ પોસ્ટ થી વધુ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોમાં જન આંદોલનો માં રહેલી તેમની ભૂમિકા તેમજ ગુજરાતના પ્રગતિશીલ નાગરિકો કર્મશીલો વચ્ચે તેઓએ સ્વતંત્ર જનવાદી રાજકારણ થકી બનાવેલી પોતાની છબી ના કારણે તેઓનું રાજકારણમાં જવું ઘણા લોકોના સમીકરણો સુધારી અને બગાડી શકે છે.
ખુબ જ નાની વય થી કર્મશીલ તરીકે સક્રિય રોમેલ સુતરિયા દેશભરના કર્વમશીલો , વકીલો , નેતાઓ , સંસ્થાઓ સાથે સારા સંપર્ક ધરાવે છે સાથે જ ગામે ગામ દક્ષિણ ગુજરાત માં અનેક સફળ આંદોલનોનુ નેત્રુત્વ કરી ચુક્યા છે.વર્તમાન રાજનિતિ માં જોવા જઈએ તો અલ્પેશ ઠાકોરની પ્રથમ સભામાં મંચ ઉપર ઉપસ્થિત રહેલા આ કર્મશીલ આ નેતાઓ સાથે ના સંપર્ક થી દુર રહ્યા અને ચર્ચા થી બહાર રહ્યા પરંતુ આંદોલનો માં મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા તે જ રીતે ગુજરાત કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી સાથે પણ નાની વયે રોમેલ સુતરિયા કામ કરી ચુક્યા છે.દરેક પક્ષ ના સારા નેતાઓ સાથે વાતચીત નો સંબંધ ધરાવનાર રોમેલ સુતરિયા જનવાદી આંદોલનોની હિમાયત કરતા રહ્યા છે.જેના કારણે સરકારની ગુસ્સા ના ભાગ રૂપે ઘણા ખોટા કેસો નો ભોગ બનવું કે જેલ યાત્રા તે ખૂબ નાની વયથી જોઈ લીધા હતા. તેમની ઉપર ખનન માફિયા જીવલેણ હુમલાઓ પણ કરી ચુક્યા છે.
વર્તમાન માં પોન્ઝી અને ચિટફંડ કૌભાંડ સામેની તેમની લડત તેમજ ગેરકાયદેસર ખનન બાબતે ની તેઓની લડતના પરિણામે અસંખ્ય ફરિયાદો લુટારુ કંપનીઓ સામે દાખલ કરવામાં આવી છે.સમગ્ર ગુજરાત ને અસર કરી છે તેવા આ કૌભાંડ જેમા દરેક વિધાનસભા માં કોઈની કોઈ કંપની દ્વારા નાગરિકો ની બચતની લુંટ કરવામાં આવી છે.આ વિષયે પાયાની સમજ ધરાવનાર રોમેલ સુતરિયા મતદાનના ગણતરીના દિવસો પહેલા જનવાદી આંદોલનો પછી હવે સક્રિય રાજકારણ તરફ જવાનો ઈશારો કરી રહ્યા છે તે અનેક નાગરિકો માટે નવા નેત્રુત્વ ના ઉદયનો સંકેત હોય શકે છે.હવે જોવું તે રહે છે કે રોમેલ સુતરિયા ખરેખર કોઈ પક્ષ સાથે જોડાય છે કે કેમ અને જો જશે તો ૧૬ વર્ષ ના લાંબા જનવાદી આંદોલનોના અનુભવે તેઓ ક્યાં પક્ષ ઉપર પસંદગી ઊતારશે.