80% મહિલાઓ દ્વારા કહેવા માં આવ્યું હતું કે બાળ સંભાળ ની સેવાઓ ના અભાવ ના કારણે તેઓ નોકરી કે રોજગારી માં જોડાઇ શકતા નથી.
અમદાવાદ: 11’11’2022
રાજયમાં ઘોડિયાઘરના મુદ્દાને લઈને નેશનલ ફોર્સીસ અને ગુજરાત ફોર્સીસ તેમજ ચેતના, અમદાવાદ ગુજરાત ફોર્સીસ સેક્રેટરીયટ ના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ગુજરાત રાજ્ય ફોર્સીસ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ ગુજરાત ફોર્સીસ ને સક્રિય કરી ભવિષ્યની યોજના તૈયાર કરવાની છે. જેમાં રાજ્ય કક્ષાએ બાળ સંભાળ ને લગતી ઝુંબેશ માટે નવેમ્બર ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ની કાર્ય યોજના બનાવવામાં આવી.
નેશનલ ફોર્સીસ દ્વારા ગુજરાત માં અમદાવાદ અને આણંદ માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 60% મહિલાઓને ઘોડિયા ઘર વિશે જાણકારી જ નથી . 80% મહિલાઓ દ્વારા કહેવા માં આવ્યું હતું કે બાળ સંભાળ ની સેવાઓ ના અભાવ ના કારણે તેઓ નોકરી કે રોજગારી માં જોડાઇ શકતા નથી.
93% મહિલા ઓ કહે છે કે જો તેઓ ને બાળ સંભાળ ની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો તેઓ રોજગારીમાં જોડાઈ શકે છે.
96% કામ કરતી વખતે મહિલાઓએ કહ્યું કે તેઓ એ ઘોડિયા ઘર ની સેવાનો લાભ લીધેલ છે. તેથી તેઓ ની રોજગારી માં વધારો થયેલ જોવા મળ્યો છે.
ગુજરાત રાજ્યના ૨૦ જિલ્લામાંથી અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓમાંથી બાળવિકાસ ના મુદ્દાઓ પર જેઓ કામ કરે છે તેના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ફોર્સીસના ગુજરાત રાજ્યના સેકેટરીયટ તરીકે ચેતના સંસ્થા છેલ્લા ૧૫ વર્ષ થી ગુજરાત ફોર્સીસનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેઠકમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે બાળ સંભાળની વર્તમાન નીતિ અને યોજનાઓ, ગુજરાત માં ક્રેસ ઘોડિયા ઘર અને બાળ સંભાળ સેવાઓની વર્તમાન પરિસ્થિતિ વિશે ચિર શ્રી ઘોષ નેશનલ ફોર્સ અને તર્નિષ્ઠા રે – ગુજરાત ફોર્સીસ કો – ઓર્ડિનેટર દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
બાળ સંભાળ સેવાઓની વર્તમાન પરિસ્થિતિ અને તેના સંભવિત ઉકેલો માટે સુશ્રી ડૉ. સ્મિતા બાજપાઈ – પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘોડિયા ઘર અને બાળ સંભાળની સેવાઓમાં ગ્રામ પંચાયત પણ આગવી ભૂમિકા ભજવે છે. સમુદાયની ભાગીદારી દ્વારા તેઓની પોતાની જરૂિયાતો અને માંગ ને સમુદાય,શાસન અને પ્રશાસન સમક્ષ રજૂ કરશે. ત્યારે જ બાળ સંભાળની સેવાઓને સક્રિય કરી શકીશું.
આ બેઠક ના અંત માં ભૂપેન્દ્ર ભાઈ – નેશનલ ફોર્સીસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.બાળ સંભાળ અને ઘોડિયા ઘરની સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સમુદાય સ્તરે કાર્યક્રમો,શાસન, પ્રશાસન સાથે રહી ને જાગૃતિ લાવવી ખૂબ જ આવશ્યક છે.