ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદી સ્ટેજ પર હાજર
ગાંધીનગર;12’12’2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ભાજપે 182 બેઠકોમાંથી વિક્રમી 156 બેઠકોની જ્વલંત વિજય હાંસિલ થયા બાદ. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ ને શપથ લેવડાવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આ સતત બીજી ટર્મ છે. PM નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગુજરાતની જનતાએ પોતાના મતો દ્વારા PM નરેન્દ્ર મોદીનું આટલું મોટું સન્માન કર્યું છે, જેના માટે હું જનતાનો આભાર માનું છું.
આ ધારાસભ્યો શપથ લીધા
મંત્રી મંડળ
કેબિનેટ મંત્રી
1 કનુભાઈ દેસાઈ,
2.ઋષિકેશ પટેલ
3.રાઘવજી પટેલ
4.બળવંતસિંહ રાજપૂત
5.કુંવરજી બાવળીયા
6.મુળુભાઈ બેરા,
7. કુબેર ડિંડોર
8.ભાનુબહેન બાબરીયા
રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો
9.હર્ષ સંઘવી
10.જગદીશ પંચાલ
રાજ્યકક્ષા ના મંત્રી
11.પરશોતમ સોલંકી
12.બચુભાઈ ખાબડ
13.મુકેશ પટેલ
14.પ્રફુલ પાનસેરીયા.
15.ભીખુસિંહ પરમાર
16.કુંવરજી હળપતિ